Get The App

ગુજરાતમાં આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી 1 - image


Gujarat Forest Guard Recruitment: ભરતી અને નોકરીની માગ સાથે યુવાનો દ્વારા રાજ્યમાં અવારનવાર આંદોલન થતા રહે છે. પરંતુ હવે તો રાજકીય નેતાઓએ પણ ભરતીની માગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એ પણ ફક્ત વિપક્ષના જ નેતાઓ નહીં ભાજપના નેતાઓ પણ તેમા શામેલ છે. ભાજપ, કોંગ્રેસ અને આપના મળીને કુલ 38 જેટલા ધારાસભ્યો અને સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખ્યા છે. જેમાં ખાસ ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની જગ્યામાં વધારો કરવા અને કોમ્પ્યુટર આધારિત ભરતી પરીક્ષા (CBRT)નાબૂદ કરવા સત્તા પક્ષ અને વિપક્ષ એક થયા છે. 

ગુજરાતમાં આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી 2 - image

જાણો શું છે સમગ્ર મામલો

અગાઉ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષામાં મેરીટના મુદ્દે એક અઠવાડિયા સુધી ગાંધીનગરમાં આંદોલન ચાલ્યું હતું. જેમાં સરકાર સાથે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષાના ઉમેદવારો દ્વારા રૂબરૂ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને આંદોલનને સ્થગિત કરવામાં આવ્યું હતું.   પરંતુ આ આંદોલનને આગળ વધારતા અને ન્યાયની માંગ સાથે ઉમેદવારોએ રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળવાનું અભિયાન ચલાવ્યું.. જેથી આ તમામ ધારાસભ્યો અને સાંસદોએ ઉમેદવારોના પક્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને લેખિતમાં રજૂઆત કરી છે. 

ગુજરાતમાં આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી 3 - image

આ ધારાસભ્યોએ લેખિત રજૂઆત કરી 

ભાજપના સાંસદ સભ્ય જશુભાઇ રાઠવા અને શોભનાબેન બારૈયા, ધારાસભ્ય પ્રદ્યુમાનસિંહ જાડેજા, કંચનબેન રાદડિયા, કરશન સોલંકી, કલ્પેશ પરમાર, મુકેશ પટેલ, સેજલ પંડયા, જે.વી કાકડિયા સહિતના નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જ્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ડો તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, અનંત પટેલ, અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ લેખિતમાં રજૂઆત કરી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હેમંત ખવા, ચૈતર વસાવાઆ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 

ગુજરાતમાં આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી 4 - image

ફોરેસ્ટના ઉમેદવારો સાથે અન્યાય

રજૂઆતમાં એક વાતનો ઉલ્લેખ ખાસ કારાયો છે કે, રાજ્યના ઘણાં વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા છેલ્લે લેવાયેલી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષા આપી હતી. જે પરિક્ષા CRBT પદ્ધતિથી લેવામાં આવેલ હતી જેમાં ફોરેસ્ટના ઉમેદવારો સાથે અન્યાય થયો છે. 

ગુજરાતમાં આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી 5 - image

આ પણ વાંચો: ક્ષત્રિય સમાજને મોટો ઝટકો, ભાવનગરના યુવરાજે કહ્યું- 'રાજકીય લાભ ખાટવા માટે મારા વડીલનો દુરૂપયોગ ન કરશો'

ઉમેદવારોની રજૂઆત

ઉમેદવારોની રજૂઆત છે કે CRBT પદ્ધતિથી લેવાયેલી પરીક્ષામાં નોર્મલાઈઝેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જેના કારણે જે ઉમેદવારોના માર્કસ ઓછા હતાં તેમના વધી ગયા અને જેમના માર્કસ વધારે હતાં તેમના ઘટી ગયા. જેના લીધે ઘણાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાનો દાવો કરાયો છે. જેથી આ ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવે. અને PDF ફોર્મેટમાં તમામ ઉમેદવારોના માર્કસ જાહેર કરવા આવે તેવી માગ કરાઈ છે.

ગુજરાતમાં આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યો એક થયા, CMને લેખિતમાં રજૂઆત કરી 6 - image


Google NewsGoogle News