Get The App

અમદાવાદ આવતી GSRTC બસ ધડાકાભેર ડમ્પર સાથે અથડાઈ, એકનું મોત

Updated: Jan 14th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ આવતી GSRTC બસ ધડાકાભેર ડમ્પર સાથે અથડાઈ, એકનું મોત 1 - image


GSRTC Accident Incident : મહુધાથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો હતો. ડમ્પર સાથે બસ અથડાતા કંડક્ટરનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. 

ડમ્પર સાથે બસ ધડાકાભેર અથડાતા કંડક્ટરનું મોત

મહુધાથી અમદાવાદ જતી GSRTCની બસને વાઠવાળી નજીક અકસ્માત નડ્યો હતો. ડમ્પર બસ સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાઠવાળી નજીક રોડ ઉપર ઉભેલા ડમ્પરમાં એસટી ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે એસટી બસને ભારે નુકસાની પહોંચી હતી. 

આ પણ વાંચો: પાટણમાં સ્કોર્પિયોની બેફામ ડ્રાઇવિંગ, ટેમ્પો અને રાહદારીઓને હવામાં ફંગોળ્યા, બેના મોત, બેને ઈજા

ઉત્તરાયણનો તહેવારના કારણે બસ ખાલી હતી, જેથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, આ દુર્ઘટનામાં બસ કંડક્ટરનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ધરી. 

Tags :