'સિનિયર્સ મારે છે, ગાળો બોલે છે..' ગુજરાતની સૌથી મોટી-જૂની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Representative image in Raging


Raging In Gujarat Government Medical College: સુપ્રીમ કોર્ટથી માંડી હાઈકોર્ટનો ચુકાદો, સરકારની કડક ગાઈડલાઈન છતાં ગુજરાતની સૌથી મોટી અને જુની સરકારી મેડિકલ કોલેજ એવી બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગની શર્મનાક ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં બી.જે.મેડિકલના પીજીના બે વિદ્યાર્થીઓને સીનિયર દ્વારા મારવામા આવતા હોવાની અને ગાળો બોલવામાં આવતી હોવાની ફરિયાદ નેશનલ મેડિકલ કમિશનની એન્ટિ રેગિંગ કમિટીમાં કરવામા આવી છે.

આ પણ વાંચો: અમદાવાદની હવામાં ઝેર: ઘરે ઘરે વસાવવા પડશે ઓક્સિજનના બાટલા, દર વર્ષે 2500નાં મોત


બી.જે.મેડિકલ કોલેજમાં પીજી મેડિકલમાં 2022ની બેચમાં ઓર્થોપેડિક વિભાગમાં પ્રવેશ લેનારા એક વિદ્યાર્થીએ નેશનલ મેડિકલ કમિશનની એન્ટિ રેગિંગ કમિટીમાં ફરિયાદ કરી છે. તેને અને તેમના એક સાથી વિદ્યાર્થીને સીનિયર દ્વારા ખૂબ જ હેરાન કરવામા આવે છે. એમ.એસ. ઓર્થોના બે સીનિયર ડોક્ટરો દર્દીઓની સામે મારે છે અને ગંદી ગાળો બોલે છે. આ ઉપરાંત ધમકી આપે છે કે તુ યહાં મરી જઈશ. અહીંથી જતો રહે. સીનિયર ઓપોડીમાં પણ બેસવા દેતા નથી. મંગળવારે અને શનિવારે ઓપીડીમાં નાસતા માટે 1500થી બે હજાર રૂપિયા અને અને ઈમરજન્સીના દિવસે સવારના અને રાતના જમવના બેથી ત્રણ હજાર રૂપિયા સીનિયર્સ ઉઘરાવે છે.

બે સીનિયર ડોક્ટરો સામે મેડિકલ કમિશનમાં ફરિયાદ

પીજીના વિદ્યાર્થીએ મેડિકલ કમિશનને રજૂઆત કરી છે કે 'સીટ લીવ કરવા માટે મદદ કરવામાં આવે કારણ કે સીટ લીવ એટલે કે બેઠક જતી કરવા માટે 25 લાખનો બોન્ડ છે. અહીં કોલેજમાં માહોલ એવો છે કે વિદ્યાર્થી આત્મહત્યા કરી શકે છે. મને સીટ લીવ માટે મજબૂર કરવામા આવે છે અને હું માનસિક અને શારીરિક ત્રાસને લીધે એક વર્ષથી કોલેજ ગયો નથી. ફરિયાદ કરનાર આ વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થીએ હાલ ભણવાનું છોડ્યું છે અને જેઓ મધ્ય પ્રદેશના હોવાથી ઈન્દોરના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રી અને કોલેજના ડીનને પણ પગલા લેવા લેખિત રજૂઆત કરવામા આવી છે. મહત્વનું છે કે ઓર્થોપેડિક વિભાગ વારંવાર વિવાદમા આવી રહ્યો છે.

'સિનિયર્સ મારે છે, ગાળો બોલે છે..' ગુજરાતની સૌથી મોટી-જૂની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદ 2 - image


Google NewsGoogle News