Get The App

નકલી કોર્ટ ચલાવતા નકલી જજની ડિગ્રી પણ નકલી, વિદેશી યુનિવર્સિટીએ કર્યો મોટો ખુલાસો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
નકલી કોર્ટ ચલાવતા નકલી જજની ડિગ્રી પણ નકલી, વિદેશી યુનિવર્સિટીએ કર્યો મોટો ખુલાસો 1 - image


Fake Judge in Gujarat : ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે સમગ્ર મામલે નકલી લવાદ મોરિસને ગઈકાલે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે નકલી જજના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારબાદ હવે મોરીસના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે.

નકલી જજની નકલી ડિગ્રી આવી સામે

નકલી જજ બનેલા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો મામલો વિદેશ સુધી પહોંચ્યો છે. નકલી જજના નકલી ડિગ્રી સર્ટિફિકેટને લઈને વેસ્ટ આફ્રિકાના ઘાનાની કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ નોટિસ ફટકારી છે. આ યુનિવર્સિટીની તસવીરો વાયરલ થઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા યુનિવર્સિટીનો સંપર્ક સાધ્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટી દ્વારા મોટો ખુલાસો કરાયો છે. કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ કહ્યું હતું કે, 'જો કોઈપણ છેતરપિંડી થાય છે તો યુનિવર્સિટી જવાબદાર રહેશે નહીં.' આ સિવાય આરોપીની ઈન્ટરનેશનલ લો ડિગ્રી સામે પણ સવાલ ઉભો થયો છે.

આ પણ વાંચો : નકલી જજ કેસમાં મોટો ઘટસ્ફોટ, મોરિસ કોઈપણ રાજ્યની બાર કાઉન્સિલમાં રજિસ્ટર્ડ વકીલ નથી

નકલી કોર્ટ ચલાવતા નકલી જજની ડિગ્રી પણ નકલી, વિદેશી યુનિવર્સિટીએ કર્યો મોટો ખુલાસો 2 - image

મોરીસ ક્રિશ્ચિયન 3 નવેમ્બર સુધી રિમાન્ડ પર

આરોપી કથિત એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને બાકાયદા કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી પાલડી ખાતેની સરકારી જમીનનો હુકમ કરતો હતો. આ કેસમાં અમદાવાદમાંથી પકડાયેલા નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના, કોર્ટે આગામી 3 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન હજુ પણ સેશન્સ જજની સમકક્ષ હોવાનો દાવો કરી રહ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ: કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ, નકલી જજ કરતો હતો બોગસ હુકમ

અગાઉ પણ આરોપી સામે ગુનો નોંધાયેલો

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અગાઉ પણ આ આરોપી વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 420, 467, 468, 471, 177, 452, 342, 144 સહિતના ગુનો દાખલ કરાયો હતો.


Google NewsGoogle News