Get The App

ટિકિટો પણ વેચાઈ ગઈ હતી... ગુજરાતમાં કોમેડિયન સમય રૈનાના તમામ શૉ રદ, વિવાદિત ટિપ્પણી બાદ સર્જાયો છે વિવાદ

Updated: Feb 12th, 2025


Google News
Google News
ટિકિટો પણ વેચાઈ ગઈ હતી... ગુજરાતમાં કોમેડિયન સમય રૈનાના તમામ શૉ રદ, વિવાદિત ટિપ્પણી બાદ સર્જાયો છે વિવાદ 1 - image


Samay Raina's Shows Cancelled : સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શૉ India's Got Latentને લઈને થયેલો વિવાદ રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. આ શૉના એક એપિસોડમાં કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. સમગ્ર મામલે રણવીર અલ્હાબાદિયાએ અને શૉની આખી ટીમ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યારે આગામી બે મહિનામાં અમદાવાદ, સુરત અને વડોદરામાં થવા જનારા સમય રૈનાના તમામ શૉ રદ કરવામાં આવ્યા છે. શૉની મોટાભાગની ટિકિટનું પણ વેચાણ થઈ ગયું હતું. 

સમય રૈનાના તમામ શૉ રદ 

વિવાદિત કોમેડિયન India's Got Latent શૉના સયમ રૈનાનો ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં આગામી માર્ચ અને એપ્રિલ મહિનામાં 'સમય રૈના અનફિલ્ટર્ડ' નામનો શૉ યોજાવવાનો હતો. નામ પરથી જ ખ્યાલ આવે છે કે, તેમાં કોમેડિના નામે બેફામ બકવાસ થવાનો હતો. જેમાં અમદાવાદના શેલામાં આવેલા ઔડા ઓડિટોરિયમ ખાતે આગામી 19-20 એપ્રિલના રોજ એમ બે શૉ યોજાવવાના હતા.

જેમાં 20 એપ્રિલની રાત્રે 9 વાગ્યાનો યોજાવનારો શૉ પહેલાંથી જ હાઉસફુલ થઈ ચૂક્યો હતો. જ્યારે 17 એપ્રિલના રોજ સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે બે શૉ યોજાવવાના હતા. જેમાં 8:30 વાગ્યાનો શૉ બુક થઈ ગયો હતો. 

આ પણ વાંચો: કેન્દ્રની નોટિસ બાદ YouTubeએ હટાવ્યો વિવાદિત વીડિયો, મુંબઈ પોલીસે રણવીર-સમયનો સંપર્ક કર્યો

દોઢ કલાકના શૉમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે જ એન્ટ્રી ટિકિટ રાખવામાં આવી હતી. જ્યારે હવે વધતાં વિવાદને લઈને ગુજરાતમાં યોજાવનારા સયમ રૈનાના તમામ શૉ રદ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી મહિનામાં યોજાવનારા સમય રૈનાના શૉની મોટાભાગની ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ થયું હતું. bookmyshowમાં ટિકિટના ભાવ 999 રાખવામાં આવ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?

સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાના શૉ India's Got Latentના એક એપિસોડમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતાને લઈને વિવાદિત નિવેદન આપતા વિરોધ થયો હતો. સમગ્ર મામલે વિવાદ વધતા રણવીર અને શૉની આખી ટીમ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં કેસ દાખલ કરાયો હતો. જેને લઈને અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, ટીમ સામે અસમમાં કેસ દાખલ કરવામાં આવ્યો. વિવાદને વધતો જોઈ આ વિવાદિત એપિસોડને હવે YouTubeમાંથી હટાવી દેવામાં આવ્યો. 

Tags :
GujaratSamay-Raina

Google News
Google News