મનુષ્યનું સરેરાશ આયુષ્ય વધવાને લીધે કોલોરેક્ટલ કેન્સરનું પ્રમાણ વધ્યું, નિષ્ણાત સર જોન બર્નેનો મત
અમદાવાદમાં જીનેટીક એક્સપર્ટ ડો. જયેશ શેઠ અને એમની ટીમ દ્વારા ઈન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જીનેટીક્સ- 2024માં આ વિષય પર વકતવ્ય આપવા આવેલા વિશ્વ વિખ્યાત જીનેટીક્સ એક્સપર્ટ સર જોન બર્ને એક મુલાકાતમાં વિસ્તૃત રીતે જણાવ્યું હતું કે “માણસનું સરેરાશ આયુષ્ય વધવાને લીધે કોર્પોરેક્ટલ કેન્સરનું પ્રમાણ દુનિયામાં વધ્યું છે અને 60-65 વર્ષની વય પછી ખાસ કરીને વિકસિત અને વધુ માંસ ખાતા દેશોમાં તેનું પ્રમાણ સીડેન્ટરી લાઈફસ્ટાઈલ ઝીરો એક્સરસાઇઝ અને શરીરમાં તેને લીધે સર્જાતા ડેમેજીંગ કેમીકલ ઈમ્બેલેન્સને કારણે છે.
માણસના શરીરની મૂળભૂત કુદરતી રચના માંસ ખાવાની અને પચાવવાની છે નહીં અને લાંબા સમય સુધી તે ખાવાથી માંસમાં રહેલા નુકસાનકારક બેક્ટેરીયા આપણા કોષમાં ભળે છે અને એક કોષ બગડતા વિભાજન થતા કરોડો બેક્ટેરીયા પૈકી, કોલીફોરમ નામનો બેક્ટેરીયા કોલોન કેન્સર સર્જે છે. આપણા આંતરડાની રચના એવી છે કે કુદરતી રીતે જે બેક્ટેરીયા ત્યાં આવે તેને તે નુકસાન કરવાથી દૂર રાખે છે, પણ સામેથી નોતરેલા આવા બેક્ટેરીયા જ્યારે આંતરડાના કોષોને હરાવે ત્યારે આ કોષો વિભાજીત થઈને વ્યક્તિગત જીનને ડસ્ટર્બ કરે છે. કોષ વિભાજનથી જીનેટીક ચેન્જ થાય છે અને જ્યારે સારા જીનની ખરાબ કોપી થવા માંડે ત્યારે એ સમાજના ક્રીમીનલ તત્ત્વની જેમ, અંદર રહીને જ, ખરાબ કરવા માંડે છે.
આવા કેસમાં પેશન્ટને બચાવવા માટે આંતરડું દૂર કરીને આઈલીઓરેટલ એનાસ્ટોમેસીસ કનેક્ટ કરવું પડે છે જે તેના પાચન અને બોવેલ મૂવમેન્ટને નિયંત્રિત કરે છે. ખાસ કરીને એપીસી નામનું જનીન તત્ત્વ,જે પાંચમા રંગસૂત્રમાં આવેલું છે. એ આ બાબતમાં ઘણાં રિસર્ચ બાદ સારવારનો સાચો રસ્તો શોધવા માટે ઓળખાયું છે. જેમાં લીન્ચ સિન્ડ્રોમ એટલે કે સીધું જ કેન્સર જણાય એમાં ચાર જનીન તત્ત્વ (૧) એમએલએ ટી-વન, એમએસએચ-ટૂ, એમએસએચ-સીક્સ, અને પીએમએસ-ટૂ જવાબદાર હોવાનું ઓળખાયું છે. જેમાંથી એકમાં પણ બગાડ થાય તો લીન્ચ સીન્ડ્રોમ થાય. જ્યારે, ઇલીયોરકેટર એટલે કે મોટું આંતરડું જ્યાંથી વળે એ ફેમીલીયલ એડીનોમેટસ પોલીપોસીસ-એફએપીમાં મોટા આંતરડામાં ઝીણા ઝીણા હજારો દાણા થઈ જાય અને એમાંથી એક દાણામાં પણ જો કેન્સર થાય તો બીજે ફેલાઈ શકે. આ સ્થિતિ ચીકણું અને તળેલું સતત ખાવાથી થઈ શકે.
આપણે એમ માનીએ કે માંસાહારી અને વધુ ફેટવાળો ખોરાક ખાતા, બેઠાડુ, કસરત વિનાનું જીવન જીવનારામાં વધારે થાય છે, તો પછી આમાંની એકે ય આદત ન ધરાવનારાઓ અને વેજીટેરીયન શિસ્તબદ્ધ જીવન જીવનારાઓમાં પણ આ કેમ થાય છે? તો, એમાં ફરક એટલો છે કે, વિકસિત રાષ્ટ્રોમાં આનુવાંશિક સહિત અન્યોમાં દર 8000 વ્યક્તિએ મોટી ઉંમરે તેનું જોખમ હોય, તો ભારત જેવા દેશમાં દર એક લાખ વ્યક્તિએ 3 વ્યક્તિનું પ્રમાણ છે. આમ છતાં, કેમ થશે, કોને થશે અને કોને નહિ થાય એવું કોઈ ચોક્કસ રીતે કહી ન શકાય. કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ જીનેટીક રચના અને બંધારણ અલગ હોય છે.