Get The App

Coldplay બૅન્ડના ક્રિસ માર્ટિને અમદાવાદના રસ્તાઓ પર સ્કૂટર પર મારી લટાર, જુઓ Video

Updated: Jan 25th, 2025


Google News
Google News
Coldplay બૅન્ડના ક્રિસ માર્ટિને અમદાવાદના રસ્તાઓ પર સ્કૂટર પર મારી લટાર, જુઓ Video 1 - image


Ahmedabad Coldplay: ગુજરાતના અમદાવાદ સહિત દેશભરમાં સંગીત રસિયાઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં, તે કોલ્ડપ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો બાકી છે. સિંગર ક્રિસ માર્ટિનની ટીમ શુક્રવારે (24 જાન્યુઆરી) અમદાવાદ પહોંચી ગઈ છે. જોકે, લોકોને પોતાના સંગીતના સૂરથી ઝુમાવનારા કોલ્ડ પ્લેનો સિંગર કોન્સર્ટના એક દિવસ પહેલાં અમદાવાદની ગલીઓમાં ટુ-વ્હીલર પર લટાર મારતો જોવા મળ્યો હતો. જેની એક ઝલક માટે લોકો તલપાપડ થતાં હોય તે ક્રિસ માર્ટિને કોઈપણ પ્રકારના સિક્યોરિટી વિના શહેરની ગલીઓમાં ટુ-વ્હીલરની સવારીની મજા માણી હતી. 

નોંધનીય છે કે, આ પહેલાં કોલ્ડપ્લે કોન્સર્ટ મુંબઈમાં યોજાયો હતો. ત્યાં પણ કોલ્ડપ્લેની ટીમનો આવો જ હળવો અંદાજ જોવા મળ્યો હતો. મુંબઈમાં ક્રિસ માર્ટિન મરિનડ્રાઈવ પહોંચી ગયો હતો. જ્યાં તેણે દરિયાના મોજાની વચ્ચે આનંદ માણ્યો હતો.

આ પણ વાંચોઃ કોલ્ડપ્લે કોન્સર્ટની જડબેસલાક સુરક્ષા, 3800થી વધુ પોલીસ કર્મચારી હશે તૈનાત, બે લાખ લોકો ઉમટશે

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25-26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. બે દિવસીય કોન્સર્ટની મોજ માણવા આશરે 2 લાખથી વધુ લોકો ઉમટશે, ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ સહિત NSG કમાન્ડો દ્વારા જડબેસલાક સુરક્ષા તૈનાત કરાશે. આ સાથે લોકોના સ્વાસ્થ્ય સંભાળ માટેની તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસ અમદાવાદમાં બે રૂટ પર રાત્રે 12:30 સુધી દોડાવાશે મેટ્રો ટ્રેન, GMRCનો નિર્ણય

15000થી વધુ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા

કોન્સર્ટને જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોંચશે. ત્યારે આ લોકોના વાહનોના પાર્કિંગ માટે SHOW MY PARKING દ્વારા પાર્કિંગની નવી ટેકનોલોજી અપનાવી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીકમાં 13 જેટલા પાર્કિંગ સ્થળો ઉપલબ્ધ કરાયા છે. જેમાં 9 સ્થળો પર 4 વ્હીલર પાર્કિંગ અને 4 સ્થળોએ બે વ્હીલર વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા છે. જોકે, પાર્કિંગ ક્ષમતાની વાત કરીએ તો 5 હજાર 4 વ્હીલર, 10 હજાર 2 વ્હીલર સહિત 15000થી વધુ વાહનોની પાર્કિંગ વ્યવસ્થા છે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે. 

Tags :
ColdplayAhmedabad-ColdplayGujarat-News

Google News
Google News