અમદાવાદીઓ ઠુંઠવાઈ જવા તૈયાર રહેજો, પારો 10 નીચે ગગડે તેવી શક્યતા, હવામાન વિભાગનું ઍલર્ટ
ક્રિસમસ બાદ ઠંડીનું જોર વધશે: નલિયા-રાજકોટ-પોરબંદરમાં કોલ્ડવેવ આગાહી
Saurashtra Kutch Coldwave : સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. શુક્રવારે નલિયામાં 6.4 જ્યારે રાજકોટમાં 9.5 ડિગ્રી સરેરાશ લધુત્તમ તાપમાન નોંધાયું હતું. આજે શનિવારે નલિયા-રાજકોટ-પોરબંદરમાં કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં શુક્રવારે 13.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ 14 ડિગ્રીની આસપાસ લધુત્તમ તાપમાનનો પારો રહેશે.
હવામાન નિષ્ણાતોને મતે ક્રિસમસ બાદ 27 ડિસેમ્બરથી અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીનું જોર વધી શકે છે. આજે શનિવારે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી હતું. શુક્રવારે રાત્રિના અન્યત્ર જ્યાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં રાજકોટ, ભુજ, દાહોદ, અમરેલી, ડીસાનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં 13.3 ડિગ્રી સરેરાશ લધુત્તમ તાપમાન નોંધાયું હતું.
ક્યાં વધારે ઠંડી
શહેર | તાપમાન |
નલિયા | 6.4 |
રાજકોટ | 9.5 |
ભુજ | 10.2 |
દાહોદ | 11.2 |
અમરેલી | 12.5 |
ડીસા | 12.9 |
ગાંધીનગર | 13.3 |
અમદાવાદ | 13.4 |
ડાંગ | 13.4 |
કંડલા | 13.5 |
જામનગર | 14.0 |
પોરબંદર | 14.0 |
વડોદરા | 14.6 |
ભાવનગર | 15.4 |
સુરત | 16.8 |