Get The App

આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી નહીં મળે રાહત, હવામાન વિભાગની આગાહી

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
Winter


Weather News : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે. જેમાં ગુજરાતભરના લોકોને આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી રાહત નહીં મળે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું છે. જેમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું.

આગામી પાંચ દિવસ ઠંડીનું જોર યથાવત

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 27 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે. જેમાં પાંચ દિવસ દરમિયાન એટલે કે 23 જાન્યુઆરી સુધી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર ન હોવાથી ઠંડીનું જોર યથાવત રહેશે. 

આ પણ વાંચો: GPSCની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે સરખો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, ભાવનગરમાં 15.8 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 


Google NewsGoogle News