ગુજરાતમાં આવતીકાલથી વધશે ઠંડી, હવામાન વિભાગની આગાહી
IMD Ahmedabad Forecast : ગુજરાતમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જો કે ત્યાર પછી રાજ્યભરના તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે.
24 કલાક બાદ ઠંડીનું જોર વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. જેમાં આગામી અઠવાડિયા સુધી કોલ્ડવેવનું પ્રમાણ વધશે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનમાં તેની અસર વર્તાઈ રહી છે.
આ પણ વાંચો: HMPV વાઈરસથી બચવા શું કરવું-શું નહીં? જાણો ગુજરાત સરકારની એડવાઈઝરી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુત્તમ તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરામાં 14.2 ડિગ્રી, અમદાવાદમાં 13.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, અમરેલીમાં 10.6 ડિગ્રી, રાજકોટમાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.