રાજ્યમાં ઠંડીનો ચમકારો: 6 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે ગગડ્યું, સૌથી વધુ ઠંડી વડોદરા-ડાંગમાં
Gujarat Weather: ડિસેમ્બરના પ્રારંભ સાથે જ ઠંડીના ચમકારામાં સાધારણ વધારો થયો છે. શનિવારે 6 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. વડોદરા-ડાંગમાં 13 ડિગ્રી સાથે સૌથી વઘુ ઠંડી નોંધાઈ હતી.
છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશે
અમદાવાદમાં 30મી નવેમ્બરે 15.4 ડિગ્રી સાથે સરેરાશ લધુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદનું લધુત્તમ તાપમાન 15થી 17 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં 6 ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું જોર વધશે. જ્યારે 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, પોરબંદર, જામનગર, રાજકોટનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 'આગામી 3 દિવસ લધુત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહીંવત્ છે. આ પછી ચાર દિવસ દરમિયાન લધુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
ગુજરાતમાં ક્યાં વધુ ઠંડી
વડોદરા 13.0 ડિગ્રી
ડાંગ 13.0 ડિગ્રી
ડીસા 13.8 ડિગ્રી
પોરબંદર 13.8 ડિગ્રી
જામનગર 13.9 ડિગ્રી
રાજકોટ 14.7 ડિગ્રી
શહેર તાપમાન
અમદાવાદ 15.4 ડિગ્રી
ગાંધીનગર 15.9 ડિગ્રી
ભુજ 16.2 ડિગ્રી
ભાવનગર 17.5 ડિગ્રી
કંડલા 18.2 ડિગ્રી
સુરત 18.8 ડિગ્રી