વડોદરામાં વાદળીયું વાતાવરણ હટી જતા ઠંડીના ચમકારામાં વધારો : મોડી રાતથી વહેલી સવાર સુધી ઝાકળ અને ધુમ્મસ
Vadodara Winter Season : વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મોડી રાતથી સવાર સુધી જાણકાર અને ધુમ્મસને કારણે ઠંડીના પ્રમાણમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. કેટલાક દિવસથી વાદળીઓ હવામાન હતું હવે તેમાં વાદળો ફાટતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં અને ઉતરાંચલ સહિત સીમલા અને મસુરી તથા માઉન્ટ આબુમાં થયેલી હિમ વર્ષાના કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જણાઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી ન્યૂનતમ તાપમાનનો પારો સતત વધતો રહ્યા બાદ અને પવનની સામાન્ય ગતિ છતાં આજે સવારે ન્યુનતમ તાપમાનનો પારો 16.2 અંશ સેલ્સિયસ રહ્યો હતો. જે ગઈકાલ કરતા 1.6 અંશ ડિગ્રી સેલ્સિયસ ઓછો નોંધાયો હતો. આ ઉપરાંત ગઈકાલે પવનની ગતિ પ્રતિ કલાક ચાર કિલોમીટરની રહી હતી. જે આજે પ્રતિ કલાક પાંચ કિલોમીટરની નોંધાઈ છે. પરિણામે વહેલી સવારથી ઠંડીનો ચમકારો જણાયો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ ધુમ્મસિયું વાતાવરણ હવે હટી જવાથી આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા નકારી શકાતી નથી.