રાજ્યની 3 મહાનગરપાલિકાઓમાં સડક સહિતના વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ 1646 કરોડ મંજુર કર્યા

વડોદરાને 184, જામનગરને 432 અને સુરતને 1029 કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવાશે

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
રાજ્યની 3 મહાનગરપાલિકાઓમાં સડક સહિતના વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ 1646 કરોડ મંજુર કર્યા 1 - image



અમદાવાદઃ (Gujarat CM) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત, વડોદરા, અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના 414 કામો માટે કુલ 1646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. (Municipal corporation)સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે. (development project)ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવા માટે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનાં વિકાસ કામોને તરત મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મંજુર કરાઈ

તદઅનુસાર, વડોદરા મહાનગરપાલિકાએ 2023-24નાં વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં 47 કામો માટે 184.09 કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ મંજુર કરી છે. એવી જ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા 2023-24નાં વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના 101, સામાજિક આંતર માળખાકીય સુવિધાના 78, અર્બન મોબિલિટીના 21 અને આગવી ઓળખના બે એમ 202 કામો માટે રૂપિયા 1029.55 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યમંત્રીએ મંજૂર કરી છે.

જામનગરને 70.31 કરોડ રૂપિયા ફાળવવા મંજુરી અપાઈ

જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટક માંથી 70.31 કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક માર્ગોના 25 કામો માટે ફાળવવા અંગે કરી હતી. આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને 138 કામો માટે 348.20 કરોડની દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. જામનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામ અન્‍વયે જામનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી લાખોટા કોડા, ભૂજીયા કોડા,ખંભાળીયા દરવાજા હેરિટેજ સાંકળ પ્રોજેક્ટ માટે 13 કરોડ રૂપિયાની દરખાસ્ત કરી હતી.

જામનગરમાં વિકાસના કામો માટે મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્ત મુકાઈ હતી

જામનગર શહેરમાં ઐતિહાસિક ઈમારત એવા માંડવી ટાવરના રિસ્ટોરેશન એન્‍ડ કન્‍ઝર્વેશન પ્રોજેક્ટ માટે પણ 1.25 કરોડની દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા આગવી ઓળખના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હતી.આ બેય દરખાસ્તોને અનુમોદન આપતાં જામનગર મહાનગરપાલિકાને 14.25 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આગવી ઓળખના કામો માટે ફાળવાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2021થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી 2689 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને 1008.18 કરોડ અને જામનગર મહાનગરપાલિકાને 348.83 કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવ્યા છે.

રાજ્યની 3 મહાનગરપાલિકાઓમાં સડક સહિતના વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ 1646 કરોડ મંજુર કર્યા 2 - image


Google NewsGoogle News