Get The App

CM ભૂપેન્દ્ર પટેલ પૌત્ર સાથે ફટાકડા ફોડતા નજરે પડ્યા, દિવ્યાંગ દીકરીઓએ બનાવેલા દીવડા પણ ખરીદ્યા

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
CM ભૂપેન્દ્ર પટેલ પૌત્ર સાથે ફટાકડા ફોડતા નજરે પડ્યા, દિવ્યાંગ દીકરીઓએ બનાવેલા દીવડા પણ ખરીદ્યા 1 - image


CM Bhupendra Patel Celebrating Diwali : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આજે (29 ઓક્ટોબર) સવારે તેમણે અમદાવાદના મેમનગરમાં આવેલી અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ બનાવેલા દીવડાની ખરીદી કરી હતી. ત્યારબાદ તેમની સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. ત્યારે રાત્રે તેમણે પોતાના પૌત્ર અને પરિવાર સાથે દિવાળીની ખુશાલી મનાવી હતી.

આ પણ વાંચો : દિવાળી પહેલા રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત, પ્રાથમિક શાળામાં 13,800 વિદ્યા સહાયકોની ભરતી કરાશે

મુખ્યમંત્રીએ પૌત્ર સાથે ફોડ્યા ફટાકડા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાહજિતકા, સરળતા અને નિખાલસતાનો પરિચય વધુ એકવાર દિવાળીના પર્વ પર આપ્યો છે. તેમણે તેમના પૌત્ર સાથે સામાન્ય નાગરિકની જેમ જ ફટાકડાની ખરીદી કરી હતી. ત્યારબાદ તેમણે પૌત્ર અને પરિવારજનો સાથે ઉલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલ પૌત્ર સાથે ફટાકડા ફોડતા નજરે પડ્યા, દિવ્યાંગ દીકરીઓએ બનાવેલા દીવડા પણ ખરીદ્યા 2 - image

દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ બનાવેલા દીવડાની કરી ખરીદી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી અંધ કન્યા પ્રકાશ ગૃહની મુલાકાત લીધી હતી. જ્યાંથી તેમણે દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવેલા દીવડાની ખરીદી કરી હતી. દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી તેમણે દીવડા ખરી દ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને દિવ્યાંગ છાત્રાઓ સાથે દિવાળીની ઉજવણી પણ કરી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીને આવ્યો હાર્ટ એટેક, એન્જીયોપ્લાસ્ટી થઈ, હાલ તબિયત સુધારા પર



Google NewsGoogle News