અમદાવાદની શિવરંજિની સોસાયટીમાં સ્થાનિકો અને PGની યુવતીઓ વચ્ચે બબાલ,મામલો પોલીસમાં પહોંચ્યો
સોસાયટીમાં પાર્ક કરેલા વાહન પાડી દેવામાં આવતા બંને પક્ષે મામલો બિચક્યો હતો
સેટેલાઈટ પોલીસને બંને પક્ષ તરફથી અરજીઓ મળતાં વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ (Ahmedabad) શહેરમાં પીજીમાં રહેતી યુવતીઓ અને વિસ્તારની મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.(Paying Guest) રસ્તાની વચ્ચોવચ તેમની વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. મામલો સ્નેચિંગ સુધી પહોંચ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પીજી ગર્લ્સના કપડા અને કાર પાર્કિંગને લઈને વિવાદ શરૂ થયો હતો, જે અંતે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.(Shivranjani Society) બંને પક્ષોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. (Satellite Police)આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે બંને પક્ષની મહિલાઓએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સામસામી અરજી આપી હતી. આ સામસામે મળેલી અરજીને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
મહિલાઓએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સેટેલાઈટ વિસ્તારની શિવરંજની સોસાયટીમાં પેઈંગ ગેસ્ટમાં રહેતી યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે વાહન પાર્કિંગ, કપડાં સહિતના મુદ્દે લાંબા સમયથી કકળાટ ચાલી રહ્યો છે. સોસાયટીમાં રવિવારે બંને પક્ષે મામલો બિચક્યો હતો. સોસાયટીમાં પાર્ક કરેલા વાહન પાડી દેવામાં આવતા બંને પક્ષની મહિલાઓ અને યુવતીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ અંગે બંને પક્ષની મહિલાઓએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સામસામી અરજી આપી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
ઝઘડાના વીડિયો પણ પોલીસને આપવામાં આવ્યા
સેટેલાઈટ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, શિવરંજની સોસાયટીમાં કેટલાક મકાનમાં પેઈંગ ગેસ્ટની સુવિધા ચાલે છે. જેને કારણે વાહન પાર્કિંગ, ટૂંકાં કપડાં પહેરવાં, મોડી રાત સુધી હરવા-ફરવા સહિતના મુદ્દે પેઈંગ ગેસ્ટના સંચાલકો અને સ્થાનિક રહીશો વચ્ચે લાંબા સમયથી કકળાટ ચાલી રહ્યો હતો. સોસાયટીના રહશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, રવિવારે સાંજે PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે પાર્કિંગના મુદ્દે ઝઘડો થયો હતો. સેટેલાઈટ પોલીસે સ્થાનિક મહિલાઓ અને PGની યુવતીઓની અરજી લીધી હતી. રવિવારે થયેલા ઝઘડાના વીડિયો પણ પોલીસને આપવામાં આવ્યા છે. સોસાયટીનાં મકાનોમાં ચાલતા પેઈંગ ગેસ્ટ મામલે કોર્ટમાં કેસ પણ કરવામાં આવ્યા છે.