Get The App

ગુજરાતમાંથી ચોરી થયેલા ૧૧૦ મોબાઇલ ફોન રાજસ્થાનથી જપ્ત કર્યા

સીઆઇડી ક્રાઇમે નવ અધિકારીઓની ટીમ બનાવીને રાજસ્થાનમાં સર્ચ કરી

CEIR પોર્ટલ પર ટેકનીકલ એનાલીસીસ કરીને પોલીસ દ્વારા લોકેશન મેળવીને કામગીરી કરવામાં આવી

Updated: Apr 5th, 2025


Google News
Google News
ગુજરાતમાંથી ચોરી થયેલા ૧૧૦ મોબાઇલ ફોન રાજસ્થાનથી જપ્ત કર્યા 1 - image

અમદાવાદ,શનિવાર

ગુજરાતના વિવિધ શહેરોમાં ચોરી થયેલા મોબાઇલ ફોન અંગે  સેન્ટ્રલ ઇક્પિમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટ્રર પોર્ટલ દ્વારા માહિતી મેળવીને સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા ગુજરાતમાંથી ચોરી થયેલા ૧૧૦ જેટલા મોબાઇલ ફોન રાજસ્થાનના વિવિધ શહેરોમાંથી પરત મેળવીને તેમના મુળ માલિકોને સોંપવાની કામગીરી કરવામાં આવી હતી. ગુજરાતના વિવિધ શહેરોમાં ચોરી કે ગુમ થતા મોબાઇલ ફોનની ફરિયાદની વિગતો સીઇઆઇઆરના પોર્ટલમાં અપલોડ કરવામાં આવે છે. જેથી આઇએમઇઆઇ નંબર તેમજ અન્ય ટેકનીકલ માહિતીને આધારે મોબાઇલ લોકેશન મળે છે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ સીઇઆઇઆર પોર્ટલમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગુજરાતમાંથી ચોરી થયેલા ૧૧૦ જેટલા ફોન રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં એક્ટીવ છે. જેના માહિતીને આધારે કોલ ડેટા રેકોર્ડ અને સબસક્રાઇબ ડેટા રેકોર્ડની વિગતો મેળવીને નવ જેટલા પોલીસ અધિકારીઓની ટીમ બનાવીને રાજસ્થાનના અલગ અલગ લોકેશન મેળવીને તમામ ૧૧૦ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.

જે પૈકી તેરા તુજ કો અર્પણ હેઠળ ૪૩ મોબાઇલ ફોન તેમના મુળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. બાકીના મોબાઇલ વિવિધ જિલ્લામાં મોકલીને પરત આપવામાં આવશે. આ અંગે એસપી બી એમ ટાંકે જણાવ્યું કે  ચોરી કરાયેલા  મોબાઇલ ફોન રાજસ્થાનમાં સસ્તામાં વેચવામાં આવ્યા હતા. જેના આધારે પોલીસ દ્વારા ગુજરાતમાંથી મોબાઇલ ચોરી કરનાર અંગેની વિગતો મેળવીને તપાસ કરવામાં આવી રહી છે.

Tags :