૩૩૧ જેટલા બનાવટી ડીમેટ એકાઉન્ટ ખોલીને બ્રોકર લાખોની છેતરપિંડી કરી

સીઆઇડી ક્રાઇમના અમદાવાદના યુનિટે ગુનો નોંધ્યો

બોગસ ડીેમેટમાં ટ્રેડીંગ કરીને ૨.૨૦ કરોડના આર્થિક વ્યવહાર કરીને ૫૫ લાખનું બ્રોકરેજ અને ઓપ્શન ટ્રેડીગના નામે મોટાપાયે આર્થિક લાભ લીધો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
૩૩૧ જેટલા બનાવટી ડીમેટ એકાઉન્ટ ખોલીને બ્રોકર લાખોની છેતરપિંડી કરી 1 - image

અમદાવાદ,રવિવાર

શેરનુ ટ્રેડીંગ કરતી એક ટ્રેડીંગ કંપનીમાં સુરતમાં રહેતા એક બ્રોકરે ૩૩૧ જેટલા બોગસ ડીમેટ એકાઉન્ટ ખોલીને તેમાં ૨.૨૦ કરોડના વ્યવહાર કરાવીને ૫૫ લાખનું બ્રોકરેજ અને એકાઉન્ટ હોલ્ડરને મળતા ગીફ્ટ શેરનું ઓપ્શન ટ્રેડીંગ કરીને મોટાપાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધવામાં આવી છે. લાખો રૂપિયાની છેતરપિંડી કરવાની મોડ્સ ઓપરેન્ડી જાણીને  પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. શહેરના સેલા વિસ્તારમા ંરહેતા ગુંજન ચોકસી એક ટ્રેડીંગ  કંપનીમાં સ્ટેટ હેડ તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની ઓનલાઇન મોબાઇલ એપ્લીકેશનથી ડીમેટ એકાઉન્ટ ખોલીને ટ્રેડીંગ પ્લેટફોર્મ પુરૂ પાડે છે. તેમની કંપની સાથે ગુજરાતના અલગ અલગ શહેરોમાં વિવિધ એજન્ટો પણ સંકળાયેલા છે. જેમાં સુરતના ડીડોલીમાં આવેલા પામ એપાર્ટમેન્ટમાં રહેતા કિશન સોનીએ ટ્રેડીંગ કંપનીમાં કલાઇન્ટ ઇન્ટ્રાડયુકટર તરીકે  કરાર કર્યા હતા. જેમાં તેમને કંપનીમાં ખોલવામાં આવતા એકાઉન્ટમાં ૪૦ ટકા કમિશન અપાતુ હતું અને તેણે કુલ ૪૩૨ જેટલા ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જો કે આ એકાઉન્ટ પૈકી તપાસ કરતા ૩૩૧ જેટલા એકાઉન્ટમાં કેટલાંક શંકાસ્પદ આર્થિક વ્યવહારો હતા. જેમાં દરેક ખાતામાંથી સરેરાશ ૭૦ હજારની રકમ ડેબીટ થઇ હતી. આમ, કુલ  ૨.૨૦ કરોડની રકમ ડેબીટ થઇ હતી અને તેણે ૫૫ લાખ રૂપિયા કમિશન પેટે લીધા હતા. એટલું જ નહી નવા ડીમેટ એકાઉન્ટને મળતા ગીફ્ટ શેરને ઓપ્શન ટ્રેડીંગમાં ટર્ન કરીને સોદા કર્યા હતા.  વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ૩૩૧ ડીમેટ એકાઉન્ટ બોગસ ડોક્યુમેન્ટથી બનાવ્યા હતા. એટલુ ંજ નહી આ માટે તેણે એક વેબસાઇટની મદદથી બનાવટી ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ તૈયાર કર્યા હતા. આ અંગે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News