Get The App

અમદાવાદ-ગાંધીનગરમાં CID ક્રાઈમના દરોડા, 13 સ્પા-હોટલોના 42 આરોપીની અટકાયત, 22 જેટલાં ગુના દાખલ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
Spa


CID Crime Raids In Spas And Hotels At Ahmedabad-Gandhinagar : CID ક્રાઈમની ટીમ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પા અને હોટલોમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના 35 જેટલા સ્પા અને હોટલોમાં ડમી ગ્રાહક મોકલીને  CID ક્રાઈમની ટીમે ગાંધીનગર અને અમદાવાદના 13 સ્પા અને હોટલોમાં દરોડા પાડીને 42 આરોપીની અટકાયત કરી છે. આ સાથે CID ક્રાઈમે કુલ 22 જેટલા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

CID ક્રાઈમના દરોડા, 13 સ્પા-હોટલોના 42 આરોપીની અટકાયત

અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પા અને હોટલોની આડમાં ચલાવવામાં આવતા કુટણખાના અનેક કિસ્સાઓ પ્રકાસમાં આવતા હોય છે. સ્પામાં ચાલતા ગોરખધંધા સામે પોલીસ દ્વારા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવે છે, ત્યારે આજે (31 જુલાઈ) CID ક્રાઈમની ટીમ દ્વારા અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવીને અમદાવાદ અને ગાંધીનગર શહેરના 35 જેટલા સ્પા અને હોટલોમાં ડમી ગ્રાહકો મોકલીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે, ત્યારે CID દ્વારા દરોડા પાડીને સ્પા અને હોટલોમાં ચલાવવામાં આવતા કુટણખાનાનો ખુલાસો કર્યો છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરના 13 જેટલા સ્પા અને હોટલોમાં દરોડા પાડીને 42 આરોપીની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો : દિલ્હીમાં ત્રણ મોત બાદ પણ ગાંધીનગરનું તંત્ર ઊંઘમાં: બેઝમેન્ટમાં ચાલી રહી છે લાઈબ્રેરી, સલામતી પર પ્રશ્ન

CID ક્રાઈમે કુલ 22 જેટલા ગુના નોંધ્યાં

અમદાવાદ અને ગાંધીનગરમાં સ્પા અને હોટલોમાં ચલાવવામાં આવતા કુટણખાનાને લઈને CID ક્રાઈમના અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવીને દરોડા પાડવામાં આવ્યાં હતા. આ ધમધમતા સ્પા અને હોટલોના માલિકો, મેનેજર અને દલાલો દ્વારા ભારત સહિત વિદેશની મહિલાઓને દેહવ્યાપાર કરાવતા હતા. આ ઉપરાંત, કેટલીક હોટલોમાં દારુ અને યુવતીઓ મળી આવતા CID ક્રાઈમે કુલ 22 જેટલા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

CID ક્રાઈમના DySPએ શું કહ્યું?

સમગ્ર મામલે CID ક્રાઈમના DySPએ જણાવ્યું હતું કે, 'ગાંધીનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રેડ મારીને ઈલીગલ ટ્રાફિકિંગના 13 કેસ, પાંચ વિદેશી યુવતીઓને વિઝાની લિમિટને લઈને કેસ સહિત કેટલીક હોટલોમાં દારુ પણ મળી આવતા આ રેડમાં આશરે 22 જેટલાં ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'

આ પણ વાંચો : કેદારનાથ દુર્ઘટનાની યાદો તાજી થઈ, વાયનાડમાં 4 કલાકમાં 22 હજારની વસ્તી ધરાવતા 4 ગામો તબાહ

CID ક્રાઈમની ટીમે દરોડા પાડેલા સ્પા અને હોટલો

1. અર્બન એક્વા સ્પા, સરગાસણ ચાર રસ્તા, ગાંધીનગર

2. ગેલેક્ષી સ્પા, ટાઇમ સ્કવેર્સ ગ્રાન્ડ સિંધુ ભવન રોડ, અમદાવાદ

3. માહેરા સ્પા, શ્રેયા અલમગા કોમ્પ્લેક્સ, એવલોન હોટલ સામે થલતેજ

4. વિવાન્તા સ્પા, ગ્રાન્ડ ફ્લોર 145 કોમ્પ્લેક્સ, ભાગવત વિદ્યાપીઠ, સોલા

5. માહેરા સ્પા, 119, પહેલો માળ ઇસ્કોન ચાર રસ્તા, સિવાલિક સીલ

6. હોટલ પ્રગતિ ગ્રાન્ડ, ઝાયડસ હોસ્પિટલ પાસે, અમદાવાદ

7. હોટલ આઇલેન્ડ પાર્ક, ચોથો માળ, પટેલ એવન્યુ, થલતેજ

8. ન્યુ કમ્ફર્ટ ઇન, ચોથો માળ સિગ્મા લીગસી કોમ્પ્લેક્સ, પાંજરા પોળ

9. હોટેલ રમાડા, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર

10. મારૂતિ હોટેલ, સિટી ગોલ્ડ, થિયેટર પાછળ, આશ્રમ રોડ

11. હિલલોક હોટલ

12. હિલલોક હોટલ, ઝુંડાલ સર્કલ

અમદાવાદ-ગાંધીનગરમાં CID ક્રાઈમના દરોડા, 13 સ્પા-હોટલોના 42 આરોપીની અટકાયત, 22 જેટલાં ગુના દાખલ 2 - image


Google NewsGoogle News