Get The App

એકાઉન્ટ અનફ્રીઝ કરવા અંગે નાણાં માંગનાર સામે આકરી કાર્યવાહીનો આદેશ

સાયબર ક્રાઇમ સેલના કર્મચારીની સંડોવણી સામે આવ્યા બાદ સીઆઇડી ક્રાઇમના વડા એક્શન મોડમાં આવ્યા

કોઇ કર્મચારીએ એકાઉન્ટ અનફ્રીઝ કરવા નાણાં માંગ્યા હોય તો પુરાવા સાથે લોકોને પોલીસનો સંપર્ક કરવા સુચના

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
એકાઉન્ટ અનફ્રીઝ કરવા અંગે  નાણાં માંગનાર સામે આકરી કાર્યવાહીનો આદેશ 1 - image

અમદાવાદ, સોમવાર

સીઆઇડી ક્રાઇમના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના કર્મચારી દ્વારા એકાઉન્ટને અનફ્રીઝ કરવાના બદલામાં નાણાં માંગવાની ઘટના સામે આવ્યા બાદ સીઆઇડી ક્રાઇમના વડાએ લાલ આંખ કરી છે. અગાઉ કોઇ કર્મચારીએ એકાઉન્ટ અનફ્રીઝ કરવાના બદલામાં નાણાં માંગ્યા હોય અને તે સદર્ભમાં પુરાવા હોય તો સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કરવા માટે સુચના આપી છે. સાથેસાથે શંકાસ્પદ કર્મચારીઓ પર વોચ રાખવા માટે પણ સુચના આપવામાં આવી છે. થોડા મહિના પહેલા જુનાગઢમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ અને માણાવદરના સર્કલ પીઆઇ તરલ ભટ્ટ દ્વારા એકાઉન્ટ  ફ્રીઝ કરીને અનફ્રીઝ કરવાના તેમજ ગુનો નહી નોંધવાના મામલે લાખો રૂપિયાની માંગણીની ઘટના બની હતી.   આ ઉપરાત, ગાધીનગર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા  યશ રાણા નામના કર્મચારીએ પણ એક વ્યક્તિ પાસે એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ૭૦ હજારની રકમ માંગી હોવાનો ગુનો નોંધાયો હતો. આમ, ૧૯૩૦  સાયબર હેલ્પલાઇન પોર્ટલની મદદથી ફ્રીઝ કરાયેલી એમાઉન્ટને અનફ્રીઝ કરવા માટે નાણાં માંગવાના કિસ્સા બહાર આવ્યા છે.  આ ઘટના બાદ સીઆઇડી ક્રાઇમના વડા ડૉ. રાજકુમાર પાંડિયન દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે મિટીંગ કરીને  સાયબર ક્રાઇમમા ંચાલતા ભ્રષ્ટ્રાચારને લઇને જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે આકરા પગલા ભરવા માટે સુચના આપી છે. સાથે સાથે  ગુજરાતમાં કોઇ વ્યક્તિ પાસેથી એકાઉન્ટ અનફ્રીઝ કરવાના બદલામાં નાણાંની માંગણી કરવામાં આવી હોય તો આ સંદર્ભમાં પેેમેન્ટ કે રેકોર્ડીંગ કે અન્ય પુરાવા સાથે સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કરવા માટે તાકીદ કરી છે. 


Google NewsGoogle News