ગર્લફ્રેન્ડ ડાકોટા સાથે અમદાવાદમાં નાઈટ વોક પર નીકળ્યો ક્રિસ માર્ટિન, ભીડ વધી જતાં કારમાં બેસી જવું પડ્યું
Coldplay in Ahmedabad: અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઈ ગયું હતું. 25-26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાયો હતો. ત્યારે કોલ્ડપ્લેની ટીમ શુક્રવારે (24મી જાન્યુઆરી)થી અમદાવાદની મહેમાન બન્યા હતા. ત્યારે 26મી જાન્યુઆરીની રાત્રે શહેરના જજીસ બંગલો વિસ્તારમાં આ બેન્ડનો લીડ આર્ટિસ્ટ ક્રિસ માર્ટિન તેની ગર્લફ્રેન્ડ ડાકોટા જોનસન સાથે વોક કરવા નીકળ્યા હતા.
લોકોએ ક્રિસ સાથે સેલ્ફી અને સિગ્નેચર લેવા પ્રયાસ કર્યો
26મી જાન્યુઆરીની રાત્રે કોલ્ડપ્લે બેન્ડનો લીડ આર્ટિસ્ટ ક્રિસ માર્ટિન તેની ગર્લફ્રેન્ડ ડાકોટા જ્હોન્સન સાથે જજીસ બંગલો રોડ પર વોક કરતા જોવા મળ્યા હતા. પરંતુ તેમને જોઈને લોકો એકત્ર થવા લાગતા ક્રિસ અને તેની ગર્લફ્રેન્ડ પોતાની કારમાં બેસી ગયા હતા. લોકોએ ક્રિસ સાથે સેલ્ફી અને સિગ્નેચર લેવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે.
'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'
બ્રિટિશ બેન્ડે ભારતીય ફાસ્ટ બોલરને સમર્પિત બે પંક્તિઓ ગાઈ હતી. 26મી કોલ્ડપ્લેની કોન્સર્ટના ક્રિસ માર્ટિને કહ્યું કે, 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર! બેસ્ટ બોલર ઈન ક્રિકેટ વર્લ્ડ. તમે જ્યારે એક બાદ એક ઈંગ્લેન્ડની વિકેટ લો છો ત્યારે ગમતું નથી.'
કોલ્ડપ્લેના સહ સ્થાપક- લીડ સિંગર ક્રિસ માર્ટિનની સંપત્તિ રૂપિયા 1400 કરોડથી વઘુ છે. આ સિવાય અન્ય ગાયકો વિલ ચેમ્પિયન રૂપિયા 835 કરોડ, જોની બકલેન્ડ રૂપિયા 35 કરોડની સંપત્તિ ધરાવે છે.
એક જ કોન્સર્ટમાં 2.25 લાખ પ્રેક્ષકનો વર્લ્ડ રેકોર્ડ
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં 1 લાખથી વઘુ ચાહકો ઉપસ્થિત રહેશે. જોકે, એક જ કોન્સર્ટમાં સૌથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યાનો આ વર્લ્ડ રેકોર્ડ નહીં હોય. ઈટાલીના મોડેના ખાતે 2017માં યોજાયેલી ઈટાલિયન ગાયક વાસ્કો રોઝીની કોન્સર્ટમાં 2.25 લાખ પ્રેક્ષકો હતા.