Get The App

જામનગરના અનેક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર, કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
 Representative image Cholera Case In Jamnagar


Cholera Case In Jamnagar: જામનગર શહેરમાં વરસાદની સાથે રોગચાળો પણ વકર્યો છે અને કોલેરા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ત્યારે શહેના કેટલાક વિસ્તારોમાંથી કોલેરાના પાંચ કેસ નોંધાયા હતા. જેને લઈને ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટુકડી જામનગર પહોંચી હતી. બીજી તરફ જે વિસ્તારમાંથી કોલેરાના કેસ સામે આવ્યા છે તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત પર મેઘરાજા મહેરબાન, છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ, કડીમાં સૌથી વધુ 5 ઈંચ


આ વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર

જામનગર મહાનગરપાલિકાની માગણીના અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા ધરારનગર-2 ખોજાવાડ, લાલખાણ, વામ્બે આવાસ, રવિપાર્કના સહિત નાં કેટલાક વિસ્તારમાં ને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યા હતા. આ માટે જરૂરી જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોલેરા ગ્રાસ્ત વિસ્તારની ગાંધીનગરની આરોગ્ય ટીમ મુલાકાત લીધી હતી.

જામનગરના અનેક વિસ્તારો કોલેરા ભયગ્રસ્ત જાહેર, કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ 2 - image


Google NewsGoogle News