યુવક ઉપર ખૂની હુમલો કરી લૂંટ ચલાવનારા ગોમતીપુરથી પકડાયા
૧૭ દિવસ પહેલા કપડાં લઇ કલાકમાં આવવાનું કહીને યુવક ઘરેથી ગયા બાદ ગુમ હતો
બહેરામપુરાના યુવકનું લૂંટી લીધેલું વાહન વેચવા ઉભા હતા અને પોલીસે દબોચી લીધા
અમદાવાદ,સોમવાર
બહેરામપુરામાં રહેતો યુવક ૧૭ દિવસ પહેલા કપડાં લેવા ગયા બાદ ગુમ થયો હતો. ત્યારબાદ બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. બીજીતરફ ગોમતીપુર પોલીસ નાગોરીની ચાલી પાસેથી ચોરીના વાહનને વેચવા ઉભેલા અમરાઈવાડીના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીની મહિલા મિત્રને તેના બહેરામપુરનો ઉપરોકત મિત્ર યુવતીને સોશિયલ મીડિયા પર રીક્વેસ્ટ મોકલતો હતો. જેની અદાવત રાખીને ત્રણેય આરોપીએ યુવકને મળવા બોલાવ્યો અને સિમેન્ટ બ્લોક માથામાં મારીને હત્યાનો પ્રયાસ કરીને યુવકના બે મોબાઇલ તથા જ્યુપીટરની ચોરી કરીને ફરાર થઇ ગયા હોવાની કબૂલાત કરી હતી. આ અંગે ત્રણેય આરોપીને રામોલ પોલીસને સોંપીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આરોપીની મહિલા મિત્રને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા યુવક પર હુમલો કર્યો હતો ઃ બહેરામપુરાના યુવકનું લૂંટી લીધેલું વાહન વેચવા ઉભા હતા અને પોલીસે દબોચી લીધા
બહેરામપુરામાં રહેતો યુવક તારીખ ૮ જાન્યુઆરીએ કપડાં લઇને કલાકમાં ઘરે આવું છું કહીને નીકળ્યા હતો. બાદમાં ઘરે પરત નહી આવતા પરિવારના સભ્યોએ આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. બીજીતરફ રામોલ પોલીસે અજાણ્યા શખ્સો સામે લૂંટ તથા હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
જોગાનુંજોગ ગોમતીપુર પોલીસે ગઇકાલે નાગોરીની ચાલી નજીક નંબર પ્લેટ વિનાનાં વાહન લઈને ઉભેલા ત્રણ યુવકોની પૂછપરછ કરતા વાહન ચોરીનું બહાર આવ્યું હતું. જેથી ત્રણેયની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા આરોપી સાથે ભોગ બનાવનારો યુવક અભ્યાસ કરે છે અને તેની સાથે અભ્યાસ કરતી યુવતી સાથે આરોપીને મિત્રતા હતી અને ભોગ બનનાર યુવક તે છોકરીને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલતો રહેતો હતો. આ વાતની અદાવત રાખીને ત્રણેય સાથે ભેગા મળીને યુવકનું અપહરણ કરીને માર મારીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ તા. ૮ જાન્યુઆરીએ યુવકને ફોન કરીને મળવા માટે બોલાવ્યો અને બાદમાં રામોલ નજીક આવેલા કામધેનું મેદાનમાં લઈને ગયા બાદમાં તેને સિમેન્ટના બ્લોક માથામાં મારી દીધા હતા. જેના લીધે યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ ગયો હતો. બાદમાં ત્રણેયં જ્યુપીટર તથા બે મોબાઈલ ફેન લૂંટી નાસી ગયા હતા. બીજા દિવસે રામોલ કામધેનું મેદાનમાં જોવા ગયો ત્યારે ઈજાગ્રસ્ત યુવક બેભાન હાલતમાં હતો જે જોઇને તે ત્યાંથી નાસી ગયો અને બાદમાં તેના મિત્રોને ફોનકરીને જાણ કરી અને તેના વાહનની નંબર પ્લેટ કાઢીને તેને વેચવા માટે ઉભેલા હતા.