Get The App

નારોલમાં કારની ટક્કરથી બાઇક ચાલક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

હિટ એન્ડ રન ઃ અકસ્માત સર્જી કાર લઇને ડ્રાઇવર ભાગી ગયો

બેભાન હાલતમાં સરવાર દરમિયાન પાંચ દિવસે અવસાન

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
નારોલમાં કારની ટક્કરથી બાઇક ચાલક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત 1 - image

, મંગળવાર

પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે, નારોલથી વિશાલા તરફ જવાના માર્ગ ઉપર કારની ટક્કરથી બાઇક ચાલક વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

માથા,કપાળ સહિત શરીરે ગંભીર ઇજા થતાં ં એલ.જી.હોસ્પિટલમાં બેભાન હાલતમાં સરવાર દરમિયાન પાંચ દિવસે અવસાન

વેજલપુરમાં રહેતા વૃદ્ધ ગત તારીખ ૨ના રોજ બાઇક લઇને જતા હતા ત્યારે શાસ્ત્રીબ્રિજ નજીક પૂર ઝડપે આવી રહેલા કાર ચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી જેના કારણે વૃદ્ધને માથા તથા કપાળ સહીત શરીરે ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

તેમનું સારવાર દરમિયાન ગઇકાલે રાતે મોત થયું હતું, આ ઘટના અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે ફરાર કાર ચાલકને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



Google NewsGoogle News