પશ્ચિમ રેલવે છઠપૂજાના તહેવાર માટે આજે 13 નવેમ્બરે રાત્રે અમદાવાદથી સમસ્તીપુર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
પશ્ચિમ રેલવે છઠપૂજાના તહેવાર માટે આજે 13 નવેમ્બરે રાત્રે અમદાવાદથી સમસ્તીપુર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે 1 - image

નવી દિલ્હી, તા.13 નવેમ્બર-2023, સોમવાર

પશ્ચિમ રેલવેએ છઠપૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની સુવિધા માટે આજે 13 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ અને સમસ્તીપુર વચ્ચે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનમાં બે ૩ટાયર એસી કોચ આરક્ષિત અને અન્ય તમામ કોચ અનરિઝર્વ્ય રહેશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09461 અમદાવાદ- સમસ્તીપુર વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ

ટ્રેન નંબર 09461 અમદાવાદ સમસ્તીપુર સ્પેશિયલ અમદાવાદથી સોમવાર, 13 નવેમ્બર - 2023ના રોજ 23:45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે બુધવારે 14:00 કલાકે સમસ્તીપુર પહોંચશે.

ટ્રેનનો રુટ

રૂટમાં, આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, સોનપુર, હાજીપુર અને મુજફ્ફરપુર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં બે 3 ટાયર એસી કોચ, 07 સ્લીપર ક્લાસ અનરિઝર્વ્ય કોચ અને 08 જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09461ના 3 ટાયર એસી કોચનું બુકિંગ આજે 18.00 કલાકથી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Google NewsGoogle News