Get The App

જુઓ વરસાદની લેટેસ્ટ અપડેટ: રાજ્યમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્, ક્યાં કેવી છે સ્થિતિ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
જુઓ વરસાદની લેટેસ્ટ અપડેટ: રાજ્યમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્, ક્યાં કેવી છે સ્થિતિ 1 - image


Gujarat Rain Fall Latest Update : ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં 8 મિ.મી., વલસાડના કપરાડા અને વાપીમાં 4 મિ.મી., સાબરકાંઠાના વડાલીમાં 3 મિ.મી. અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જેમાં 6 વાગ્યા સુધીમાં કુલ 536.73 મિ.મી. વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 39.40, ઉત્તર ગુજરાતમાં 33.90, મધ્ય ગુજરાતમાં 6.02, સૌરાષ્ટ્રમાં 4.65 અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો. 

કચ્છ ઝોનમાં સૌથી વધુ વરસાદ

આજે 31 જુલાઈ, 2024ના રોજ સવારે 6 કલાકે રાજ્યમાં મોસમનો કુલ 60 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 84 ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69 ટકાથી વધુ, ઉત્તર ગુજરાતમાં 43 ટકાથી વધુ તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42 ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે આ જિલ્લાને ધમરોળશે મેઘરાજા, અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

પાટણ તાલુકામાં 5 ઇંચ, સરસ્વતી તાલુકામાં 4 ઇંચ

જો છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકામાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ જ્યારે જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : પાટણમાં 5 ઇંચ વરસાદ તો બીજી તરફ કેનાલમાં ગાબડું પડતાં 15થી વધુ સોસાયટીઓ જળબંબાકાર

15 તાલુકામાં 2 ઇંચ વરસાદ

બેચરાજી, રાધનપુર, સાંતલપુર, લખાણી, માંડવી-કચ્છ, ચાણસ્મા, અંજાર, સિદ્ધપુર, વડનગર, દેત્રોજ- રામપુરા, ઉમરપાડા, હારીજ, ખંભાળિયા, ભચાઉ અને સતલાસણા મળીને કુલ 15 તાલુકામાં બે–બે ઇંચ વરસાદ નોંધાયો હતો. 

23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

આ ઉપરાંત રાજ્યના 23 જેટલા તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે સમગ્ર રાજ્યના કુલ 169 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલ છે.

આ પણ વાંચો : સાબરમતી નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઈ, સપાટીથી ત્રણ ફૂટ ઊંચા વહેણ

પહેલી ઑગસ્ટે કયા જિલ્લામાં વરસાદની આગાહી?

પહેલી ઑગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે, તેમજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જુઓ વરસાદની લેટેસ્ટ અપડેટ: રાજ્યમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્, ક્યાં કેવી છે સ્થિતિ 2 - image

બીજી ઑગસ્ટે કયા જિલ્લામાં વરસાદની આગાહી?

બીજી ઑગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

ત્રીજી ઑગસ્ટે કયા જિલ્લામાં વરસાદની આગાહી?

ત્રીજી ઑગસ્ટના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીગસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

જુઓ વરસાદની લેટેસ્ટ અપડેટ: રાજ્યમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્, ક્યાં કેવી છે સ્થિતિ 3 - image

ચોથી ઑગસ્ટે કયા જિલ્લામાં વરસાદની આગાહી?

ચોથી ઑગસ્ટના રોજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.



Google NewsGoogle News