Get The App

મુખ્યમંત્રી આવાસના નામે ગઠિયાએ અનેક લોકોના લાખો રૂપિયા પડાવી લીધા

ગુજરાત હાઉસીંગ નામનું પેમેન્ટ ક્યુ આર કોડ બનાવ્યો

ગુજરાત હાઉસીંગ બોર્ડના એજન્ટ હોવાનું કહી લોકોને વિશ્વાસમાં લીધાઃ ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધ્યો

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
મુખ્યમંત્રી આવાસના નામે ગઠિયાએ અનેક લોકોના લાખો રૂપિયા પડાવી લીધા 1 - image

અમદાવાદ,ગુરૂવાર

ગુજરાત હાઉસીંગ બોર્ડ અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તામાં મકાન અપાવવાનું કહીને એક ગઠિયાએ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની કિસ્સો સામે આવ્યો છે. આરોપી ગુજરાત હાઉસીંગ બોર્ડનો એજન્ટ હોવાની ઓળખ આપીને લોકોને વિશ્વાસમાં લઇ ટારગેટ કરતો હતો. શહેરના શાહપુરમાં આવેલા મહાવીર ફ્લેટમાં રહેતા પુનીત પચાલે ઘાટલોડીયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તેમનો પરિચય  હિરેન વ્યાસ નામના વ્યક્તિ સાથે થયો હતો. તેણે જણાવ્યું હતું કે  તે ગુજરાત હાઉસીંગ બોર્ડ અને મુખ્યમંત્રી આવાસ યોજના એજન્ટ હોવાની સાથે મોટા લોકો સાથે સંબધ ધરાવે છે. જેથી મકાનની ફાળવણી કરાવી આપશે.

તેણે અનેક લોકોને મકાન અપાવ્યાનો દાવો કર્યો હતો. જેથી પુનીતભાઇને વિશ્વાસ આવતા મકાન લેવા માટે હા કહી હતી.   જેથી  હિરેને ગુજરાત હાઉસીંગ બોર્ડના નામનો ક્યુઆર કોડ આપીને મકાન અપાવવા માટે જરૂપી ખર્ચના નાણાં આ કોડથી સ્કેન કરી મોકલવા કહ્યું હતું. ત્યારબાદ મકાન માટેની કામગીરી ચાલુ કર્યાનું કહીને તેણે  રૂપિયા ૫.૧૭ લાખ જેટલી રકમ લઇ  લીધી હતી. ત્યારબાદ પુનીતભાઇને શંકા જતા તેમણે નાણા પરત માંગતા હિરેને તેમને ચેક આપ્યો હતો. જે  રિટર્ન થતા  છેતરપિંડીનો ખ્યાલ આવ્યો  હતો. જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીએ મકાન અપાવવાના નામે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લીધા હોવાનું જાણવા મળ્યું હતું.


Google NewsGoogle News