Get The App

પહેલી જાન્યુઆરીથી નવું ટાઈમટેબલ, અમદાવાદ ડિવિઝનને સાંકળતી 48 ટ્રેનોના સમયમાં ફેરફાર

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
Western Railway


Change In Train Timings: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આગામી પહેલી જાન્યુઆરી 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ડિવિઝનથી પસાર થતી 95 ટ્રેનની સ્પીડ વધારાઈ છે, તેની સાથે 48 ટ્રેનના મુસાફરીમાં લગતો સમય પાંચ મિનિટથી 65 મિનિટ સુધીનો ઘટાડો કરાયો છે.

કેટલીક મહત્ત્વપૂર્ણ  ટ્રેનોની વિગત 

અમદાવાદ ડિવિઝન પર આ દરમિયાન વિવિધ સ્ટેશનો પર 262 ટ્રેનોના સમય પ્રીપોન કરવામાં આવ્યા છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી 45 મિનિટ વહેલી પહોંચશે. એ જ રીતે, 55 ટ્રેનોના સમય પોસ્ટપોન રાખવામાં આવ્યા હતા. જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી 40 મિનિટ મોડી પહોંચશે. 

પહેલી જાન્યુઆરીથી નવું ટાઈમટેબલ, અમદાવાદ ડિવિઝનને સાંકળતી 48 ટ્રેનોના સમયમાં ફેરફાર 2 - image

અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામખ્યાલી, ભુજ સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમય થી પહેલા કે પછી પહોંચશે.

પહેલી જાન્યુઆરીથી નવું ટાઈમટેબલ, અમદાવાદ ડિવિઝનને સાંકળતી 48 ટ્રેનોના સમયમાં ફેરફાર 3 - image


Google NewsGoogle News