નવરાત્રી દરમિયાન ચોટીલા મંદિરે દર્શનના સમયમાં ફેરફાર, જાણો સવારની આરતી કેટલા વાગે થશે
નવરાત્રીના બાકીના 7 દિવસ સવારની આરતીનો સમય 05:00 વાગ્યાનો રહેશે
નવરાત્રી દરમિયાન દરરોજ સાંજે આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયનો રહેશે
ચોટીલાઃ (Navratri )નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. (Chotila)ખેલૈયાઓ પણ ગરબાની રમઝટ માટે આતુરતા પૂર્વક તૈયારીઓ કરી રહ્યાં છે. (aarti time) બીજી તરફ માતાજીના યાત્રાધામોમાં પણ નવ દિવસની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ત્યારે નવરાત્રી દરમિયાન ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. (Change darshan time)નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ ચોટીલાના દર્શને જતાં હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો હોવાની જાહેરાત કરાઈ છે.
છેલ્લા 7 દિવસ સવારની આરતી પાંચ વાગ્યે થશે
ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજી મંદિરે 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી નવરાત્રી દરમિયાન આરતી તેમજ હવન અને આઠમની પૂજા વિધી વગેરેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ચોટીલા ચામુંડા માતાજી મંદિરે 15-10-2023ના રોજ પ્રથમ નોરતા અને 22-10-2023ના આઠમ નોરતાની સવારની આરતીનો સમય 04:00 વાગ્યાનો રહેશે. જોકે નવરાત્રીના બાકીના 7 દિવસ સવારની આરતીનો સમય 05:00 વાગ્યાનો રહેશે.
પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે 02:45નો રહેશે
નવરાત્રી દરમિયાન દરરોજ સાંજે આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયનો રહેશે. આ સાથે 22-10-2023ના રોજ ડુંગર ઉપર હવન થશે અને બપોરે 02:30 વાગ્યે બીડું હોમાશે. નવરાત્રી દરમિયાન હવાનાસ્ઠમી સિવાયના 8 નોરતાના દિવસે મંદીરના ભોજનલયમાં ભોજન-પ્રસાદનો સમય બપોરે 11:00થી 02:00 વાગ્યાનો રહેશે. જ્યારે હવાનાસ્ઠમીના દિવસે ભોજન-પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે 02:45નો રહેશે.