ચાંદખેડા પોલીસે સાયબર ફ્રોડના ભોગ બનનારને ૨૬ લાખ અને ૧૨ મોબાઇલ ફોન પરત અપાવ્યા
અરજદારાનો તેમના નાણાં પરત મળે તે માટે તેરા તુજ કો અર્પણ પ્રોજેક્ટ હેઠળ કામગીરી
ચાંદખેડા પોલીસની સાયબર ટીમની કામગીરી
અમદાવાદ, શુક્રવાર
ગુજરાત પોલીસના તેરા તુજ કો અર્પણ પ્રોજેક્ટ હેઠળ ચાંદખેડા પોલીસ મથકની હદમાં નોંધાયેલા સાયબર ક્રાઇમના ગુનાઓ અને ચોરી તેમજ ચોરી થયેલા મોબાઇલ ફોન પરત કરવામાં આવ્યા હતા. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર એન જી સોંલકી અને સ્ટાફે સાયબર ફ્રોડ હેઠળ ભોગ બનેલા લોકોને તેમના ૨૬ લાખ રૂપિયા તેમજ સીઇઆઇઆર (સેન્ટ્લ ઇક્વીપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટ્રર)પોર્ટલનો ઉપયોગ કરીને ટેકનીકલ એનાલીસીસના આધારે અલગ અલગ મોબાઇલ ફોન ટ્રેક કર્યા હતા. જે પૈકી રૂપિયા ૨.૧૩ લાખની કિંમતના ૧૨ મોબાઇલ ફોન રીકવર કરીને તેના મુળ માલિકીનો પરત આપ્યા હતા. આ કામગીરી માટે ટેકનીકલ એનાલીસીસના આધારે ચાંદખેડાની સાયબર ટીમ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેનીય છે કે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિેકે અમદાવાદ શહેર પોલીસના તમામ પોલીસ મથકોનાં સાયબર ક્રાઇમના ભોગ બનેલા અરજદારાનો તેમના નાણાં પરત મળે તે માટે તેરા તુજ કો અર્પણ પ્રોજેક્ટ હેઠળ કામગીરી કરવા માટે ખાસ સુચના આપી છે