ગુજરાતમાં વકરતો ચાંદીપુરા વાયરસ, કુલ પોઝિટિવ દર્દી 45 થયાં, મૃત્યુઆંક પણ 50ને વટાવી ગયો

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં વકરતો ચાંદીપુરા વાયરસ, કુલ પોઝિટિવ દર્દી 45 થયાં, મૃત્યુઆંક પણ 50ને વટાવી ગયો 1 - image


Gujarat Chandipura Virus Case Updates | ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વઘુ ચાર બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ચાંદીપુરાથી કુલ મરણાંક હવે 52 થઇ ગયો છે. અત્યારસુધી પંચમહાલમાંથી સૌથી વઘુ 6 જ્યારે અમદાવાદમાંથી પાંચના મૃત્યુ થયા છે. શનિવારે ચાંદીપુરાના વઘુ 6 સાથે કુલ પોઝિટિવ કેસનો આંર વધીને 45 થયો છે. પંચમહાલમાં સૌથી વઘુ 7 જ્યારે સાબરકાંઠામાં 6 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. 

ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઇટિસ એટલે કે શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 130 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લી-ખેડા-મહેસાણામાં 7, મહીસાગર-છોટા ઉદેપુર-નર્મદા-વડોદરા કોર્પોરેશન-સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર-રાજકોટ-જામનગર-વડોદરામાં 6, સુરેન્દ્રનગર-મોરબી-બનાસકાંઠામાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12,   પંચમહાલમાં 15, ગાંધીનગર કોર્પોરેશન-દાહોદ-કચ્છ-ભરૂચમાં 3, ભાવનગર-દેવભૂમિ દ્વારકા-અમદાવાદ-જામનગર કોર્પોરેશન-પોરબંદરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસનો સમાવેશ થાય છે. 

આ શંકાસ્પદ કેસના ટેસ્ટ ગાંધીનગર ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના આધારે આવતા રીપોર્ટથી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 1, ખેડામાં 4, મહેસાણામાં 1, રાજકોટમાં 2, સુરેન્દ્રનગમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 3, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 7, જામનગરમાં 1, મોરબીમાં 1, દાહોદમાં 2, વડોદરામાં બનાસકાંઠા-દેવભૂમિ દ્વારકા- રાજકોટ કોર્પોરેશન-કચ્છ-સુરત કોર્પોરેશન-ભરૂચ-પોરબંદરમાં 1 કેસનો પોઝિટિવ મળી આવ્યા છે.   

ગુજરાતમાં  હાલ વાયરલ એન્કેફેલાઇટિસના 38 દર્દી દાખલ છે અને 40ને રજા અપાઇ છે. રાજસ્થાનના કુલ 6 કેસ છે અને તેમાં 4 દર્દી દાખલ છે જ્યારે બે દર્દીના મૃત્યુ થયા છે. મઘ્ય પ્રદેશના કુલ ચાર કેસમાંથી 3 દાખલ છે અને 1નું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રનો કેસ છે જેમાં 1 દર્દી દાખલ છે. આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ-શંકાસ્પદ દર્દીના ઘર અને આસપાસના વિસ્તારોમાં મળીને કુલ 42934 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરાઇ છે.

ગુજરાતમાં વકરતો ચાંદીપુરા વાયરસ, કુલ પોઝિટિવ દર્દી 45 થયાં, મૃત્યુઆંક પણ 50ને વટાવી ગયો 2 - image



Google NewsGoogle News