Get The App

ગુજરાતમાં જીવલેણ ચાંદીપુરા વાયરસ વકર્યો, 4 બાળકોનાં મોતથી તંત્ર ચિંતિત, પોઝિટિવ કેસ 22 થયા

Updated: Jul 23rd, 2024


Google News
Google News
Chandipura virus


Chandipura virus Case in Gujarat: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરાથી વધુ ચાર બાળકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 35 થયો છે. પંચમહાલમાંથી સૌથી વધુ પાંચ બાળકોના મૃત્યુ થયા છે. ચાંદીપુરાના વધુ ચાર શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ગુજરાતમાં ચાંદીપુરાના કુલ પોઝિટિવ કેસ વધીને 22 થયો છે.

ચાંદીપુરાના વધુ ચાર કેસ નોંધાયા

ગુજરાતમાં સોમવારે દિવસ દરમિયાન વાયરલ એન્કેફેલાઈટિસ (ચાંદીપુરાના શંકાસ્પદ કેસ) વધુ ચાર કેસ નોંધાયા હતા. આ સાથે વાયરલ એન્કેફેલાઈટિસના કુલ કેસનો આંક વધીને 88 થયો હતો. જેમાં સાંબરકાંઠામાંથી 9, અરવલ્લી-ખેડામાંથી 6, છોટા ઉદેપુર - દાહોદ - નર્મદા - મહીસાગર - વડોદરા કોર્પોરેશન - રાજકોટ કોર્પોરેશનમાંથી 2, ગાંધીનગર - જામનગર - મહેસાણામાંથી 5, રાજકોટ - મોરબી -બનાસકાંઠામાંથી 4, ગાંધીનગર કોર્પોરેશન -સુરેન્દ્રનગરમાંથી 3, અમદાવાદ કોર્પોરેશનમાંથી 7, પંચમહાલમાંથી 11, ભાવનગર  -દેવભૂમિ દ્વારકા -વડોદરા - કચ્છમાંથી -1-1 કેસનો સમાવેશ થાય છે.

રાજકોટ સિવિલ, ખંભાળિયા અને સુરેન્દ્રનગરથી અહેવાલો મુજબ જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામની 2 વર્ષની બાળકીનો રિપાર્ટ પોઝીટીવ આવ્યો છે અને તે હાલ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે. મોરબી પંથકમાંથી આવેલ 13 વર્ષના બાળકનું અગાઉ મૃત્યુ નીપજ્યું છે. 

ગુજરાતમાં જીવલેણ ચાંદીપુરા વાયરસ વકર્યો, 4 બાળકોનાં મોતથી તંત્ર ચિંતિત, પોઝિટિવ કેસ 22 થયા 2 - image

જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ ખંભાળિયાના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું પણ ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યાનું સ્પષ્ટ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના શ્રમિક પરિવારના 11 માસના બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને આજે તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. 

ગુજરાતમાં જીવલેણ ચાંદીપુરા વાયરસ વકર્યો, 4 બાળકોનાં મોતથી તંત્ર ચિંતિત, પોઝિટિવ કેસ 22 થયા 3 - image

સારવાર દરમિયાન વહેલી સવારે નવી સિવિલ હોસ્પિટલમા મોત 

જ્યારે ગોંડલથી અહેવાલ મૂજબ ગોંડલ તાલુકાના રાણસીકી ગામમાં ખેતમજુરી કરતા પરિવારના 6 માસનો બાળક અને 2 માસની બાળકી એમ બે બાળકોને ઝાડા ઉલ્ટી થયા બાદ મોત નીપજ્યા છે જેમને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યાનું અનુમાન થઈ રહ્યું છે અને બન્નેના સેમ્પલ લઈને પુના લેબોરેટરી ખાતે મોકલાયા છે. બીજી તરફ ચાંદીપુરામાં સપડાયેલી સુરતના સચિન વિસ્તારની 12 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન આજે વહેલી સવારે નવી સિવિલ હોસ્પિટલમા મોત થયું હતું. 

આ પણ વાંચો: પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો, અમદાવાદમાં ઝાડા ઉલટીના 940,કોલેરાના 32 કેસ નોંધાયા

ચાંદીપુરા : 3 સદસ્યોની ટીમ ગુજરાતમાં

ચાંદીપુરાના વધતા કેસના મામલે તપાસ કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 3 સદસ્યોની ટીમને ગુજરાત મોકલાઈ છે. આ ટીમમાં નેશનલ સેન્ટર ઓફ ડિસિઝ કંટ્રોલ, આઈસીએમઆર અને ડીપાર્ટમેન્ટ ઓફ એનિમલ હસબન્ડનરીનો સમાવેશ કરાયો છે. આ ત્રણ સદસ્યો દ્વારા ચાંદીપુરાના જ્યાં વધુ કેસ નોંધાયા છે ત્યાની મુલાકાત લેવામાં આવશે. ચાંદીપુરાના કેસ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની દિલ્હી ખાતે બેઠક પણ યોજાઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. 

ગુજરાતમાં જીવલેણ ચાંદીપુરા વાયરસ વકર્યો, 4 બાળકોનાં મોતથી તંત્ર ચિંતિત, પોઝિટિવ કેસ 22 થયા 4 - image

Tags :