ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું, બે બાળકોમાં જોવા મળ્યા લક્ષણો, તંત્ર એલર્ટ
Image:envato
બાળકોને સારવાર ચાલી રહી છે
કોરોના વાયરસની મહામારીને લોકો હજુ માંડ માંડ ભૂલ્યું છે, ત્યારે ચાંદીપુરા વાયરસે ફફડાટ ફેલાવ્યો છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બે બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જોકે, આ બંને બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે. આ વાયરલને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. ચાંદીપુરા વાયરસનો વધુ ફેલાયો ન થાય તે માટે દવાઓનો છંટકાવ શરૂ કરી દીધો છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડોર ટુ ડોર તપાસ કરવામાં આવી રહી છે.
સાબરકાંઠાના 11 ગામમાં આરોગ્ય વિભાગનો સર્વે
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે સારવાર લઈ રહેલા 6 પૈકી 6 બાળકોના મોતની ઘટનાથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. સાબરકાંઠા જિલ્લાના 2 તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવા શંકાસ્પદ કેસ મળી આવતાં આરોગ્ય વિભાગ દ્વારા પીપળિયા, રામપુર, હાથરોલ, રૂપાલકંપા, દિગથલી, ભરમિયા, સેબલિયા, નાનાકોદરિયા, મામાપીપળી, ઉભાપાંણા તથા પારઘી ફળિયા વિસ્તારમાં અને સીમ વિસ્તારમાં આરોગ્ય વિભાગની 20 ટીમે 15,430 લોકોને સર્વેમાં આવરી લીધા છે.
આ પણ વાંચો: દહેગામનું જૂના પહાડિયા ગામ જ બારોબાર વેચી દેવાના કેસમાં સરકાર જાગી, 8 સામે નોંધી તપાસ શરૂ
શું હોય છે ચાંદીપુરા વાયરસના લક્ષણો?
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે. માથું દુ:ખવું, આંખો લાલ થઈ જાય, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા આ વાયરસના મુખ્ય લક્ષણ છે. આ વાયરસ મચ્છર, લોહી ચુસનાર જંતુ અને સેન્ડફ્લાય જેવા વેક્ટર્સથી ફેલાય છે.