કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત ત્રણ રાજ્યોને આપ્યું મોટું રાહત પેકેજ, ગુજરાતને આપ્યા આટલા કરોડ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત ત્રણ રાજ્યોને આપ્યું મોટું રાહત પેકેજ, ગુજરાતને આપ્યા આટલા કરોડ 1 - image


Relief Package For Flood Affected State : ગુજરાત સહિત દેશભરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવતાં અનેક લોકો પ્રભાવિત થયા છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત ત્રણ રાજ્યો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડની સહાયની જાહેરાત કરી છે. 

ગુજરાતને 600 કરોડ રૂપિયાની સહાય

દેશભરમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં પૂર આવ્યું અને તેનાથી અનેક લોકો પ્રભાવિત થયા છે, ત્યારે કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ(NDRF)માંથી  પૂર અસરગ્રસ્ત ગુજરાત, મણિપુર અને ત્રિપુરા માટે 675 કરોડ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતને 600 કરોડ, મણિપુરને 50 કરોડ અને ત્રિપુરાને 25 કરોડ રૂપિયાની સહાય કરાશે.

આ પણ વાંચો : ગુજરાત પક્ષીઓ માટે પણ સ્વર્ગ, રાજ્યના આ સ્થળો પર વિવિધ પ્રજાતિના પક્ષીઓની સૌથી વધુ વસતી

જ્યારે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા SDRFમાંથી 21 રાજ્યોને 9044.80 કરોડ અને 15 રાજ્યોને NDRFમાંથી 4528.66 કરોડ રૂપિયા સહાય માટે આપવામાં આવ્યા છે.

પૂર અસરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેવાઈ

ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો(IMCTs)ને પૂર અસરગ્રસ્ત ગુજરાત, આસામ, કેરળ, મિઝોરમ, નાગાલૅન્ડ, ત્રિપુરા, તેલંગાણા, મણિપુર, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું મુલ્યાંકન કરવા માટે નિયુક્ત કરાઈ હતી. આ ટીમ દ્વારા સ્થળ પરીક્ષણ અને સર્વેની કામગીરી માટે પૂર અસરગ્રસ્ત રાજ્યોના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.

આ પણ વાંચો : ગરબામાં આવતા લોકોને પીવડાવો ગૌ-મૂત્ર, બિન-હિન્દુઓને રોકવા માટે ભાજપ નેતાની વિચિત્ર સલાહ

રાજ્યમાં 900 કરોડનું નુકસાન થયું

ગુજરાતમાં કેન્દ્રની ટીમ 15 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની મુલાકાતે હતી. રાજ્યના પૂર અસરગ્રસ્ત વડોદરા સહિતના 14 જિલ્લામાં નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 900 કરોડનું નુકસાન થયું હોવાનું રાજ્ય દ્વારા ટીમને જણાવાયું. અંતે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તાર માટે 600 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. 


Google NewsGoogle News