Get The App

ત્રણ વર્ષથી ગુજરાત પોલીસને ઠેંગો બતાવી રહી છે કેન્દ્ર સરકાર: આધુનિકરણ માટે કાણી પાઇ નથી આપી

Updated: May 13th, 2024


Google NewsGoogle News
ત્રણ વર્ષથી ગુજરાત પોલીસને ઠેંગો બતાવી રહી છે કેન્દ્ર સરકાર: આધુનિકરણ માટે કાણી પાઇ નથી આપી 1 - image


Gujarat Police: ટેક્નોલોજીના માધ્યમથી ગુના ઉકેલી શકાય, ગુનેગારોને ઝબ્બે કરી શકાય તે માટે ગુજરાત પોલીસને આધુનિક બનાવવા માટે મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ વાસ્તવમાં ગુજરાતને કેન્દ્ર સરકારનુ પીઠબળ મળી રહ્યું નથી. ખુદ ગુજરાત સરકારે જ આ વાતની કબૂલાત કરી છે કે, ગુજરાત પોલીસના આધુનિકીકરણ માટે ગ્રાન્ટ આપવામાં કેન્દ્રને જાણે રસ રહ્યો નથી.

ગુજરાત પોલીસનું આધુનિકીકરણ જરૂરી બન્યું

આજે અપરાધ ન્યાય પ્રણાલી સામે પડકાર ઊભો થયો છે. માળખાગત સુવિધા ઉપરાંત ટેકનોલોજીએ પોલીસનુ મહત્ત્વનું અંગ સાબિત થઈ શકે છે. આજે ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે પોલીસે ગુનેગારોથી બે ડગલાં આગળ વધવુ પડશે. ફોરેન્સિક સાયન્સથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોલીસ માટે મદદરૂપ થઈ શકે છે. ગુનાખોરીની કાબુમાં લેવા પોલીસનું આધુનિકીકરણ જરૂરી બન્યું છે. મહત્ત્વની વાત એ છે કે, કેન્દ્ર સરકારે ગુજરાત પોલીસના આધુનિકીકરણ માટે ધ્યાન જ આપ્યું નથી.

પોલીસના આધુનિકીકરણ માટે કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી

વર્ષ 2020-21, વર્ષ 2021-22 અને વર્ષ 2022-23માં ગુજરાત પોલીસના આધુનિકીકરણ માટે કેન્દ્ર સરકારે ગ્રાન્ટ પેટે કાણી પાઈ આપી નથી. ગુજરાતમાં ગુનાખોરીનો આંક રોજ વધી રહ્યો છે. ત્યારે પોલીસના આધુનિકીકરણને લઈને કેન્દ્રને જાણે કઈ પડી નથી. છેલ્લાં ત્રણેક વર્ષથી કેન્દ્રએ જાણે ગુજરાતને કોણીએ ગોળ ચોંટાડ્યો છે. કેન્દ્રનો એક જ જવાબ રહ્યો છે કે, પ્લાન મંજૂર થયો છે. પણ સવાલ એ છે કે, જો પ્લાન મંજૂર થયો હોય તો પછી ગ્રાન્ટ કેમ ફાળવાઈ નથી. આમ ગુજરાત પોલીસના આધુનિકીકરણને લઈને કેન્દ્રએ ગુજરાતને ઠેંગો દેખાડી દીધો છે તે વાત નક્કી છે.

ત્રણ વર્ષથી ગુજરાત પોલીસને ઠેંગો બતાવી રહી છે કેન્દ્ર સરકાર: આધુનિકરણ માટે કાણી પાઇ નથી આપી 2 - image



Google NewsGoogle News