Get The App

લોથલમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ, નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષને કેન્દ્રની લીલી ઝંડી

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
Lothal


National Maritime Heritage Complex At Lothal : કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ (NMHC)ના વિકાસને લઈને મંજૂરી આપવામાં આવી છે. આ કામ માટે કેન્દ્ર દ્વારા ભંડોળ એકત્ર કરીને તેના પ્રથમ-બીજા તબક્કા માટે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 375 એકર જમીન પર 4500 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવાશે.

આ પ્રોજેક્ટ 375 એકર જમીન પર 4500 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવાશે

રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 375 એકર જમીન પર લગભગ 4500 કરોડ રૂપિયાના ખર્ચે NMHC પ્રોજેક્ટને તૈયાર કરાશે. જેમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન સહિત વિવિધ પાર્ક બનાવવામાં આવશે. જ્યાં કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન દ્વારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરિયાઈ વારસા સહિત ભારતના 4500 વર્ષ જૂના દરિયાઈ વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરી બનાવાશે.

વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ તૈયાર કરાશે

લોથલ ખાતે NMHCના વિકાસને મંજૂરી આપી છે, ત્યારે લોથલ ખાતે વિશ્વનું સૌથી ઊંચું 77 મીટર લાઈટહાઉસ મ્યુઝિયમ તૈયાર કરવાની સાથે ભવ્ય નેવી ગેલેરીમાં સી હેરિયર જેટ્સ, INS વિક્રાંત, નેવી ચોપર્સનું પ્રદર્શન, વિશ્વકક્ષાનું એડવેન્ચર-એમ્યુઝમેન્ટ પાર્ક, આબેહુબ લોથલ નગર, મેરીટાઈમ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની રચના સહિત વિવિધ કાર્યો થશે.

આ પણ વાંચો : ગુજરાતમાં 15 જ દિવસમાં દસ દુષ્કર્મ, મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ

NMHCની કામગીરી પૂર્ણ થતા પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં ફ્લોરિંગ રેસ્ટોરન્ટ, 100 રૂમનું ટેન્ટ સિટી, રિસોર્ટ, ઈ-કારની વ્યવસ્થા, 500 ઈલેક્ટ્રિક કારના પાર્કિંગ સહિતની સુવિધા મળશે. આ ઉપરાંત, ત્યાં મેરિટાઈમ યુવનિવર્સિટી પણ નિર્માણ કરાશે. 

રોજગારીની તકો ઉભી થશે

NMHC પ્રોજેક્ટના વિકાસમાં આશરે 22,000 લોકોને રોજગારી મળશે. જેમાં 15,000 પ્રત્યક્ષ રોજગારી અને 7,000 પરોક્ષ રોજગારી મળશે. આ સાથે NMHCથી સ્થાનિક સમુદાયો, પ્રવાસીઓ અને મુલાકાતીઓ, સંશોધકો અને વિદ્વાનો, સરકારી સંસ્થાઓ, શૈક્ષિણક સંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, પર્યાવરણ અને સંરક્ષણ જૂથો સહિત વ્યવસાયોને ઘણો લાભ થશે. 

આ પણ વાંચો : સુરતમાં સગીરા પર વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ, 2 આરોપીની ઓળખ થઈ

પ્રથમ તબક્કા માટે આશરે 1238.05 કરોડ રૂપિયા ખર્ચ થશે

લોથલ ખાતે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષને વિકસાવીને વૈશ્વિક કક્ષાએ હેરિટેજ મ્યુઝિયમ તરીકે સ્થાપિત કરવા માટે આ પ્રોજેક્ટ આગામી વર્ષ સુધીમાં પૂર્ણ કરાશે. જેના પ્રથમ તબક્કા માટે ઈપીસી મોડ અને બીજી તબક્કામાં જમીન સબલીઝિંગ/પીપીપી થકી કામગીરી કરાશે. પ્રથમ તબક્કા માટે આશરે 1238.05 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ ઉપરાંત, 66 કે.વી.નું સબસ્ટેશન પણ તૈયાર કરવામાં આવશે. જ્યારે આ પ્રોજેક્ટ થકી સ્થાનિક ખેડૂતોને સિંચાઈની સાથે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે.


Google NewsGoogle News