અમદાવાદ નકલી કોર્ટ કેસ: કોર્ટે નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના 11 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Fake Judge Remand Granted : ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે સમગ્ર મામલે નકલી લવાદ મોરિસને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે નકલી જજના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
નકલી જજના રિમાન્ડ મંજૂર
આરોપી કથિત એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને બાકાયદા કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી પાલડી ખાતેની સરકારી જમીનનો હુકમ કરતો હતો. આ કેસમાં અમદાવાદમાંથી પકડાયેલા નકલી જજ મોરિસ ક્રિશ્ચિયનના, કોર્ટે આગામી 3 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન નકલી જજ મોરિસ ક્રિશ્ચિયન હજુ પણ સેશન્સ જજની સમકક્ષ હોવાનો દાવો કરી રહ્યો છે.
સમગ્ર મામલે આરોપીના વકીલે કહ્યું, 'સિંઘમ પોલીસ અધિકારી માર મારી શકે નહિ, મેડિકલ ઓફિસરની તપાસમાં માત્ર નખની ઈજા બતાવી.'
સરકારને ધ્યાને કેવી રીતે આવ્યું કૌભાંડ
પાલડીમાં આવેલ રેવન્યુ સર્વે નં 306ની ટીપી 6ના ફાઇનલ પ્લોટ 32ની સરકારી જમીન હોવા છતા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનએ ઠાકોર બાબુજી છનાજીને ઉભા કર્યા હતા અને આર્બીટેશનમાં તે મિલકત તેમની હોવાનો એવોર્ડ કર્યો હતો. તે એવોર્ડનું પાલન કરાવવા માટે બાબુજી ઠાકોરે દીવાની દરખાસ્ત સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં સામેવાળા પક્ષકાર તરીકે કલેક્ટરને દર્શાવવામાં આવ્યા હતા. જેથી સરકાર તરફે એડવોકેટ હરેશ શાહ અને વિજય બી. શેઠ હાજર રહ્યાં હતાં. તેમણે મિલકત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મામલે લવાદની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ લવાદની નિમણૂંક બન્ને પક્ષની સમંતીથી નિમવી પડે. આ કેસમાં સરકારે કોઈ જ સમંતિ આપી ન હતી. ઉપરાંત સરકાર ક્યારેય લવાદ નિમતી જ નથી. જેથી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ખોટા આદેશ કરી જાતે જ લવાદ નિમ્યા હોવાનો ખુલાસો થયો હતો અને પછી આખુંય કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.
ચોંકાવનારી કબૂલાત કરી કે, તેણે છે 500 પ્રકારના કેસો ચલાવ્યા છે
કોર્ટે નોંપ્યું હતું કે, મૌરીસ ક્રિશ્ચિયને ખુદ કોર્ટ સમક્ષની જુબાનીમાં કબૂલાત કરી છે કે, તેણે વર્ષમાં 500 જેટલા આ પ્રકારના કેસો ચલાવીને આર્બીટ્રેશન એવોર્ડ કરીને હુકમ કર્યા છે. જે હુકમોના આધારે જે તે જિલ્લા કલેકટરે પણ અમુક અંશે તેની અમલવારી કરી રેવન્યુ રેકમાં નામ દાખલ કરી દીધા હતા.
આ પણ વાંચો : ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, દિવાળીના તહેવાર પર ચાર દિવસની રજા જાહેર
અગાઉ પણ આરોપી સામે ગુનો નોંધાયેલો
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અગાઉ પણ આ આરોપી વિરુદ્ધમાં મણીનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 420, 467, 468, 471, 177, 452, 342, 144 સહિતના ગુનો દાખલ કરાયો હતો.