Get The App

તહેવારોમાં ખાણીપીણીની વસ્તુઓમાં ધાંધિયા! અમદાવાદમાં ખાખરામાંથી નીકળી ઈયળ, ભરૂચમાં લસ્સીમાં તરતી જોવા મળી જીવાત

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
તહેવારોમાં ખાણીપીણીની વસ્તુઓમાં ધાંધિયા! અમદાવાદમાં ખાખરામાંથી નીકળી ઈયળ, ભરૂચમાં લસ્સીમાં તરતી જોવા મળી જીવાત 1 - image


Carelessness In Preparing Food : રાજ્યમાં દિવાળી-દશેરાના તહેવારમાં લોકો ફાફડા-જલેબીનો વધુ આગ્રહ રાખે છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાંકને ક્યાંક ચેડાં થઈ રહ્યાં હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ, સહિત કેટલાક સ્થળોએ પ્રખ્યાત ખાણીપીણીની દુકાનોમાં તંત્રએ તપાસ શરુ કરી છે. 

તહેવારોમાં ફાફડા-જલેબી સહિતના ફરસાણની માગ વધુ હોય છે, તેવા સમયે ખાવાપીવાની વસ્તુઓ બનાવનારા સ્વચ્છતાને લઈને બેદરકારી અને બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.

ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાં ઈયળ

તાજેતરમાં અમદાવાદના પ્રખ્યાત ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાંથી ઈયળ નીકળી હોવાનો એક ગ્રાહકે દાવો કર્યો, જો કે, ગ્રાહકે ફરિયાદ કરતા દુકાન માલિકને પૈસા પરત આપવાનું કહ્યું, જેથી ગ્રાહક રોષે ભરાયો હતો. જ્યારે સુરતમાં અડાજણમાંથી નકલી ઘી ઝડપાયા બાદ વરાછામાંથી પણ સુમુલનું નકલી ઘી મળી આવતા, લગભગ 71 જેટલાં ડુપ્લીકેટ ઘીના ડબ્બા જપ્ત કરાયાં.

ભરૂચમાં લસ્સીમાંથી જીવાત નીકળી

બીજી તરફ, ભરૂચમાં ABC સર્કલ નજીક આવેલી ગ્રીનરી હોટેલમાં લસ્સીમાંથી જીવાત નીકળી હોવાની ઘટના બની છે. જેને લઈને ગ્રાહકે રજૂઆત કરતા તંત્રએ હોટેલમાં તપાસ કરી હતી, જેમાં એક્સપાયર થયેલી ફ્રૂટ સિરપ મળી આવી.

આ પણ વાંચો : મેઘરાજાના પ્રહારથી 'રાવણ' થશે પાણી-પાણી, રાજ્યના આ જિલ્લામાં જાહેર કરાયું યલો અલર્ટ

જ્યારે ઓશવાલ રેસ્ટોરન્ટના ભોંયરામાં ગંદકી વચ્ચે ચાલતા રસોડાને કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને તંત્રએ ઓશવાલમાંથી ફાફડા-જલેબીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવાયા છે. 


Google NewsGoogle News