Get The App

ગેરંટેડ વર્ક પરમીટનું કહીને મહિલા સહિત અનેક લોકોના લાખો રૂપિયા પડાવ્યા

કેનેડા વર્ક પરમીટના નામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ

આરોપી નિતીન પાટીલ અને વિજયા સાવલેએ વડોદરા અને મહારાષ્ટ્રમાં પણ અનેક છેતર્યાઃ મકરબામાં પેસેફિક રીલોકેશન સર્વિસના નામે ઓફિસ ખોલી હતી

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ગેરંટેડ વર્ક પરમીટનું કહીને મહિલા સહિત અનેક લોકોના લાખો રૂપિયા પડાવ્યા 1 - image

(આરોપી નિતીન પાટીલ અને વિજયા સાલવે )અમદાવાદ,રવિવાર

શહેરના મકરબા વિસ્તારમાં ઇમીગ્રેશનની ઓફિસ શરૂ કરીને કેનેડામાં સલૂન તેમજ અન્ય સર્વિસ સેક્ટરમાં વર્ક પરમીટ અપાવવાનું કહીને કેેનેડામાં રહેતા નિતીન પાટીલ અને વિજયા સાલવે તેમજ અમદાવાદમાં ભાગીદાર તરીકે ઓફિસ ચલાવતા ચેતન શર્મા નામના વ્યક્તિઓએ બોપલમાં રહેતી એક મહિલા સાથે ૮ લાખ રૂપિયા ઉપરાંત, અન્ય લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. શહેરના સાઉથ બોપલમાં આવેલા ક્રિષ્ના બંગ્લોઝમાં રહેતા ૪૪ વર્ષીય પારૂલબેન રાણા નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે શીલજમાં તેમના ભાગીદાર અશ્વલભાઇ પારેખ સાથે મળી સલૂન ચલાવતા હતા. ત્યારે  ગત માર્ચ ૨૦૨૩માં તેમના સલૂન પર નિતીન પાટીલ અને વિજય સાલવે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તે કેનેડા વર્ક પરમીટ અને પીઆરનું મોટું કામ કરે છે. બંને જણા કેનેડીયન પાસપોર્ટ પણ ધરાવીએ છીએ. જેથી તેમના મોટા સંપર્ક છે. જેથી પારૂલબેન અને અશ્વલભાઇ મકરબા એસ જી હાઇવે પાસે આવેલા આર્શીવાદ પારસ કોમ્પ્લેક્સમા ંઆવેલી પેસેફિક રીલોકેશન સર્વિસની ઓફિસ પર મળવા માટે ગયા હતા. જ્યાં નિતીન પાટીલે તેમને ૩૨ લાખ, ૪૫ લાખ અને ૫૩ લાખ રૂપિયાના કેનેડાના પેકેજ આપ્યા હતા. સાથેસાથે ખાતરી આપી હતી કે પેમેન્ટ સિસ્ટમમાં સગવડ કરી આપશે. જેથી વિશ્વાસ કરીને પારૂલબેને ૩૨ લાખનું પેકેજ નક્કી કર્યું હતું. જે મુજબ ૨૦ લાખની બેંક ગેંરટી અને બીજા ૧૨ લાખ કેનેડા પહોંચીને આપવાના હતા. જો કે પ્રોસેસના નામે તેમની પાસેથી પાંચ લાખનો ખર્ચ કરાવવાની સાથે બે સહી કરેલા ચેક માંગ્યા હતા.

ગેરંટેડ વર્ક પરમીટનું કહીને મહિલા સહિત અનેક લોકોના લાખો રૂપિયા પડાવ્યા 2 - imageજે પાસપોર્ટ, અને વિવિધ સર્ટીફિકેટ સાથે નિતીનને આપ્યા હતા. જ્યારે પારૂલબેને નુતન નાગરિક બેંકમાંથી ૨૦ લાખની બેંક ગેંરટી આપી હતી. જો કે નિતીને પારૂલબેનની જાણ બહાર ચાર લાખનો ચેક પોતાના ખાતામાં જમા કરાવી દીધો હતો. સાથે સાથે બાકીના ચાર લાખ રોકડા લીધા હતા. પંરતુ, વિઝાની કામગીરી લંબાતા પારૂલબેને બેંક ગેંરટી રદ કરી હતી. ત્યારે નિતીને પ્રોસેસ ચાલુ હોવાનું કહીને ૨૦ લાખનો ચેક માંગ્યો હતો. જો કે પારૂલબેને કહ્યુ હતું કે કેનેડા પહોંચ્યા બાદ જ ચેકથી નાણાં ઉપાડી શકાશે. જેથી નિતીને ખોટા ખોટા વાયદા કરીને સમય લંબાવતા પારૂલબેને કેનેડા નહી જવાનું નક્કી કરીને તેની ઓફિસ જઇ નાણાં પરત માંગ્યા હતા.

પરંતુ, મકરબા સ્થિત ઓફિસ સંભાળતા નિતીનના ભાગીદાર ચેતન શર્માએ તેમને ધમકી આપી હતી. આમ, તેમના આઠ લાખ રૂપિયા, પાસપોર્ટ અને અન્ય  પ્રમાણપત્રો પરત આપ્યા નહોતા. નિતીન અને તેની ટોળકીએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હતી. જેના કારણે છેતરપિંડીની રકમનો આંક દોઢ કરોડને પાર થવાની સંભાવના છે.  જે અંગે સરખેજ પોલીસે નિતીન પાટીલ, વિજયા સાલવે અને ચેતન શર્મા વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.



Google NewsGoogle News