Get The App

BZ કૌભાંડ કરનાર ઝાલાએ કહ્યું - હું પૈસા ચૂકવવા તૈયાર, સરકારે કહ્યું એનાથી ગુનાની ગંભીરતા ન ઘટે

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
BZ કૌભાંડ કરનાર ઝાલાએ કહ્યું - હું પૈસા ચૂકવવા તૈયાર, સરકારે કહ્યું એનાથી ગુનાની ગંભીરતા ન ઘટે 1 - image


BZ Scam: બીઝેડ ગ્રુપના કૌભાંડમાં નિર્દોષ પ્રજાજનોના 422 કરોડ રૂપિયા ચાઉં કરી જનાર મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની જામીન અરજીમાં એવો પેંતરો અજમાવ્યો હતો કે, તે લોકોના પૈસા આપવા તૈયાર છે. પરંતુ, તેને જામીન પર મુકત કરો. જો કે, રાજય સરકાર દ્વારા ઝાલાના પેંતરાને ફગાવતાં અદાલત સમક્ષ જણાવ્યું કે, આરોપીએ બહુ આયોજનપૂર્વક અને પદ્ધતિસરનું કૌભાંડ આચર્યું છે અને હવે લોકોને પૈસા પરત કરવાની વાત કરે છે. પરંતુ, આવી ખાતરીથી ગુનો કે ગુનાની ગંભીરતા જરાય ઘટતી નથી.

જામીન અરજીની આગળની સુનાવણી 27 જાન્યુઆરીએ 

રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું કે, લોકોની મહેનત-પરસેવાની કમાણી ચાઉં કરી જઈ તેઓને રાતા પાણીએ રોવડાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ગુનો અને તેની મોડેસ ઓપરેન્ડી જોતાં તેને કોઈપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. કોર્ટે કેસની વધુ સુનાવણી સોમવારે (27 જાન્યુઆરી) રાખી છે અને એ દિવસે તપાસનીશ અધિકારીને પણ હાજર રહેવા તાકીદ કરી હતી. 

આ પણ વાંચોઃ દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપ MLA ગજેન્દ્રસિંહ પોલીસથી છટકી મહાકુંભ પાપ ધોવા પહોંચી ગયો!

જામીન અરજી પર વકીલની દલીલ

ઝાલાએ કરેલી જામીન અરજીમાં તેના વકીલે બચાવ કરતાં જણાવ્યું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોના પૈસા ચૂકવવા તૈયાર છે. પરંતુ, તેના ખાતા ફ્રીઝ કર્યા હોવાથી તે પૈસા ચૂકવી શકતો નથી. તેથી તેના ખાતા ખોલવા જોઈએ અને આ માટે તેને જામીન અપાવા જોઈએ. 

જો કે, સીઆઈડી ક્રાઇમ તરફથી ઝાલાની જામીન અરજીનો જોરદાર વિરોધ કરાયો હતો. સીઆઈડી ક્રાઇમ તરફથી દલીલ કરવામાં આવી કે, ઝાલાએ બહુ પદ્ધતિસર અને ચાલાકીપૂર્વક આચરેલા આ કૌભાંડમાં 11,232 લોકોને રોકાણ કરાવી 422 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે અને હજુ પણ 172 કરોડ રૂપિયાની રકમ લોકોને ચૂકવવાની બાકી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ નિર્દોષ રોકાણકારોના પૈસે જલસા કર્યા છે અને મોંઘીદાટ વૈભવી ગાડીઓ-મિલકતો વસાવી પ્રજાજનોના પૈસા પોતાના અંગત સ્વાર્થ અને ઉપયગોમાં વાપર્યા છે. આરોપીએ કૌભાંડ આચર્યા બાદ અને ગંભીર પ્રકારનો ગુનો કર્યા બાદ હવે પૈસા આપવાની વાત કરી છટકવાની વાત કરે તે સ્વીકાર્ય ના હોય શકે. પૈસા આપવાની ખાતરી માત્રથી તેનો ગુનો કે ગુનાની ગંભીરતા સહેજપણ ઘટતા નથી અને તેથી તેની જામીન અરજી કોર્ટે ફગાવી દેવી જોઇએ. 

આ પણ વાંચોઃ બે દિવસ માટે નળસરોવર પર જનતા માટે પ્રવેશબંધી, 25-26 જાન્યુઆરીએ યોજાશે પક્ષી ગણતરી

આરોપી રતનસિંહની હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી

આ દરમિયાન બીઝેડ ગ્રુપના કૌભાંડમાં પકડાયેલા આરોપી વિશાલસિંહ રતનસિંહ ઝાલાએ માતાની બિમારીના કારણસોર હંગામી જામીન માંગ્યા હતા. જો કે, કોર્ટે આકરા વલણ સાથે તેની હંગામી જામીન માંગતી અરજી ફગાવી દીધી હતી. 



Google NewsGoogle News