મ્યુનિ.સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા ઝૂ સુપ્રિટેન્ડન્ટ, એડીશનલ સીટી ઈજનેરની ખાલી જગ્યા ભરવામાં આવી

પસંદગી પામેલા તમામ અધિકારીઓની એક વર્ષના પ્રોબેશન સમય માટે નિમણૂંક

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News

     મ્યુનિ.સ્ટાફ સિલેકશન કમિટી દ્વારા ઝૂ સુપ્રિટેન્ડન્ટ, એડીશનલ સીટી ઈજનેરની ખાલી જગ્યા ભરવામાં આવી 1 - image

  અમદાવાદ,શુક્રવાર,20 ઓકટોબર,2023

અમદાવાદના મેયરના અધ્યક્ષસ્થાને મળેલી મ્યુનિ.સ્ટાફ સિલેકશન એન્ડ એપોઈન્ટમેન્ટ કમિટીની બેઠકમાં ઝૂ સુપ્રિટેન્ડન્ટ ઉપરાંત ખાલી પડેલી એડીશનલ સીટી ઈજનેરની ખાલી જગ્યા ભરવામાં આવી હતી.પસંદગી પામેલા તમામ અધિકારીઓની એક વર્ષના  પ્રોબેશન સમય માટે નિમણૂંક આપવામાં આવી છે.

કાંકરિયા ઝૂ ખાતે ઝૂ સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ડોકટર આર.કે.શાહૂની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યા ઉપર કમિટી દ્વારા ઈન્ટરવ્યુ લઈને સર્વ.જે.શાહને એક વર્ષના પ્રોબેશન ઉપર નિમણૂંક આપવામાં આવી છે.ઈજનેર ખાતામાં ખાલી પડેલી અને સીધી ભરતીથી ભરવાની થતી  ત્રણ જગ્યા ઉપર રાકેશ.પી.બોડીવાલા, પ્રેમલ.આર.શેઠ તથા સંજય.જે.સુથારની એક વર્ષના પ્રોબેશન સમય માટે નિમણૂંક આપવામાં આવી છે.લાઈટ,એસટીપી તેમજ દુધેશ્વર વોટર વર્કસ વિભાગમાં એડીશનલ ચીફ એન્જિનીયરની ખાલી પડેલી તથા સીધી ભરતીથી ભરવાની થતી જગ્યા ઉપર અમિત.એસ.સંઘવીને એક વર્ષના પ્રોબેશન સમય માટે નિમણૂંક આપવામાં આવી છે.વર્ષ-૨૦૨૧થી ૨૦૨૩ સુધીના સમયમાં મ્યુનિ.ના વર્ગ-૧થી ૪ માટે બઢતી તથા સીધી ભરતીથી કુલ ૧૬૧૭ અધિકારી-કર્મચારીઓને બઢતી કે સીધી ભરતીથી નિમણૂંક આપવામાં આવી છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ-૨ અને વર્ગ-૩ની જેમ  પહેલા લેખિત પરીક્ષા લઈ મેરીટ મુજબ નિમણૂંક આપવા સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં રજુઆત કરવામાં આવી હતી.


Google NewsGoogle News