અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરો ફરિયાદ કરી શકે એ માટે વ્હોટસઅપ નંબર જાહેર કરાયા
મુસાફર ફોટા કે વિડીયો અપલોડ કરી બસ અંગેની ફરિયાદ કરી શકશે
અમદાવાદ,શનિવાર,26 એપ્રિલ,2025
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરો બસ
અંગેની ફરિયાદ કરી શકે એ માટે બે વ્હોટસઅપ નંબર જાહેર કરાયા છે.૮૫૧૧૧૭૧૯૪૧ અને ૮૫૧૧૧૬૫૧૭૯ આ બે નંબર મુસાફર ફોટા અને
વિડીયો મોકલીને ફરિયાદ કરી શકશે.એ.એમ.ટી.એસ.ની બસમાં શહેરમાં રોજ એક લાખથી વધુ
મુસાફરો મુસાફરી કરે છે.
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરના વિવિધ રુટ
ઉપર બસ દોડાવવામા આવે છે ત્યારે બસમાં મુસાફરી કરતા મુસાફરો ડ્રાઈવર દ્વારા વધુ
સ્પીડમાં બસ હંકારવી,બસ
સ્ટેન્ડ ઉપર બસ ઉભી ના રાખવી,
મુસાફરો સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવું,
બસમાં ગંદકી, અવ્યવસ્થા
કે અન્ય બાબતને લગતી ફરિયાદ કરી શકશે.કમિટીના ચેરમેન ઘરમશી દેસાઈએ કહયુ,તંત્ર દ્વારા
મુસાફરો તરફથી મળેલી ફરિયાદની તપાસ કરાવવામા આવશે.તપાસ પછી જે તે જવાબદાર વ્યકિત અથવા તો કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
કરવામાં આવશે.અત્યારસુધી મુસાફરો માત્ર ટેલિફોન કે મોબાઈલની મદદથી ફરિયાદ કરી શકતા
હતા.આ વ્યવસ્થાથી તંત્ર દ્વારા હાલમાં પુરી પાડવામાં આવતી બસ સેવાની ગુણવત્તામાં
સુધારો કરી શકાશે.