Get The App

અમદાવાદમાં બસચાલકો બન્યા બેફામ, યુવકને અડફેટે લેતાં મોત, અકસ્માતો ઘટવાના બદલે વધ્યા

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં બસચાલકો બન્યા બેફામ, યુવકને અડફેટે લેતાં મોત, અકસ્માતો ઘટવાના બદલે વધ્યા 1 - image


Accident In Ahmedabad: ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવોમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. પોલીસ પેટ્રોલીંગ અને ટ્રાફિકના નિયમનના પાલનને લઇને મોટા દાવા થઇ રહ્યા છે. ત્યારે શહેરમાં બેફામ વાહનચાલકો નિર્દોષને લોકોને કચડી રહ્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદમાં એસ.ટી બસ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતાં યુવકનું મોત નિપજ્યું છે. જેને લઇને ટ્રાફીક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં વી.એસ હોસ્પિટલ નજીક એક એસ.ટી બસના ડ્રાઇવરે એક્ટિવા ચાલકને અડફેટે લેતાં યુવક પર બસનું ટાયર ફરી વળ્યું હતું. આ બસ જોધપુરથી અમદાવાદ આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વી.એસ. હોસ્પિટલ નજીક અકસ્માત સર્જાયો હોવાછતાં સમયસર સારવાર ન મળતાં યુવકનું મોત નીપજ્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. 

અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 



Google NewsGoogle News