33 માળ સુધીના બિલ્ડિંગ સુધી પહોંચી શકાશે , અમદાવાદ ફાયર વિભાગ માટે 70 કરોડના વાહનો ખરીદાશે
Ahmedabad Fire : અમદાવાદ ફાયર વિભાગ આગામી સમયમાં ૩૩ માળ સુધીના બિલ્ડિંગમાં આગ કે રેસ્કયુ અંગેની કામગીરી માટે પહોંચી શકશે.ફાયર વિભાગ માટે રુપિયા 70 કરોડના ખર્ચે નવા વાહન ખરીદવા તથા રુપિયા 21 કરોડના ખર્ચે વાહનોના મેઈન્ટેન્સના કામને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી અપાઈ છે.રુપિયા 20 કરોડના ખર્ચથી 70 મીટર ઉંચાઈવાળુ બુમ વોટર બાઉઝર વસાવવામાં આવશે.
શહેરમાં સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ બનાવવાનુ પ્રમાણ વધી રહયુ છે. આ બાબતને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર વિભાગ માટે રુપિયા 15.85 કરોડના ખર્ચે 15 હાઈ પ્રેસર મિની ફાયર ફાઈટર ઉપરાંત રુપિયા 11.15 કરોડના ખર્ચે પાંચ વોટર બાઉઝર ખરીદવા મંજુરી આપવામાં આવી છે. પાંચ જેટલા 20 મીટર સુધીની હાઈટના બુમ વોટર બાઉઝર રુપિયા 22.55 કરોડની કીંમતથી ખરીદાવામાં આવશે.
70 મીટર ઉંચાઈ ધરાવતુ બુમ વોટર બાઉઝર રુપિયા 20.66 કરોડની કીંમતથી ખરીદાશે. સપ્ટેમ્બર અંત સુધીમાં મોટા ભાગના વાહનો ફાયર વિભાગ પાસે આવી જશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું, ફાયર વિભાગના સ્ટાફને નવા વાહનો અંગે તાલીમ પણ આપવામાં આવશે. 15 વર્ષથી વધુ જુના વાહન સ્ક્રેપ કરવામાં આવશે.