અમદાવાદમાં મોડી રાતે બબાલ, અજાણ્યા શખસોએ હુમલો કરતા બિલ્ડરે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું
જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ
Firing in Ahmedabad: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ નજીક કેટલા શખસોએ જાણીતા બિલ્ડર પર હુમલો કર્યો હતો. જો કે, બિલ્ડરે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, બોપલ વિસ્તારમાં બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાને મોડી રાત્રે ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક પાન પાર્લર પાસે ચાર પાંચ ગાડીમાં હતી અને કેટલાક લોકો રોડ ઉપર ઉભા હતા. આ તમામ લોકોના હાથમાં લાકડીઓ પાઈપો હતી. આ તમામ લોકો બિલ્ડરની ગાડી તરફ આવ્યા અને હુમલો કરવા લાગ્યા. જેથી બિલ્ડર બચાવવામાં લાયસન્સવાળી રિવોલ્વર કાઢી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંગત અદાવતમાં હુમલો કરાયું હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે બોપલ પોલીસે આરોપી રાજેન્દ્રસિંહ અને અનિલસિંહની ધરપકડ કરી છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.