Get The App

'અમદાવાદમાં મ્યુનિ.સ્કૂલની જગ્યાએ બિલ્ડરે કોમ્પલેક્સ બનાવ્યું..', ધારાસભ્ય અમિત શાહના આક્ષેપ

Updated: Dec 22nd, 2024


Google News
Google News
MLA Amit Shah


Ahmedabad News: અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. આ આક્ષેપ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન સમિતીની બેઠકમાં કર્યો હતો. બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલની જગ્યામાં દુકાનો બની ગઈ છે કે કેમ એ અંગે શાસનાધિકારીને પુછવામા આવ્યુ હતું. શાસનાધિકારીએ શાળા બંધ હોવાનો જવાબ આપતા ધારાસભ્યએ જણાવ્યું હતુ કે, 'હાલ જ તપાસ કરાવો. જો શાળા બંધ હશે તો હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઈશ. આમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયુ છે. તેમને કાઢી મુકવા જોઈએ.'

એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહનો આક્ષેપ

મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં સાંસદો ,ધારાસભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતુ કે, 'જમાલપુર કાચની મસ્જિદ પાસે 20 વર્ષ પહેલાં ઉર્દુ સ્કૂલ આવેલી હતી. જ્યા 200 બાળકો ભણતા હતા. આ શાળાને જેતે સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા બંધ કરવામાં આવ્યા પછી શાળાની બાજુમા રહેતા સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા 10 જેટલી દુકાન ગેરકાયદે બનાવી 12 હજાર રૂપિયા લેખે ભાડું વસુલે છે.

આ પણ વાંચો: 'હેરાનગતિ કરતાં અધિકારીઓને અટકાવો નહીંતર બંધનું એલાન કરીશું', નાના વેપારીઓ લડી લેવાના મૂડમાં


સમિતિની બેઠકમાં ધારાસભ્ય અમિત શાહે અધિકારીને પૂછ્યું હતુ કે, 'આ શાળાની અત્યારે શું સ્થિતિ છે?' ત્યારે અધિકારીએ જણાવ્યું કે,એ બંધ છે.' આ જવાબ મળતા ધારાસભ્ય અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે, 'મ્યુનિસિપલ શાળાની જગ્યાએ શોપિંગ સેન્ટર બની ગયુ છે. હાલ જ તપાસ કરાવો. જો શાળા બંધ હશે તો

હું ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી દઈશ. આમને ખબર જ નથી કે ત્યાં શોપિંગ સેન્ટર બની ગયુ છે. તેમને કાઢી મુકવા જોઈએ. કોમ્પલેકસ તોડી પાડો કે નહીં એ પછીની વાત છે પણ મૂળ માલિકને(કોર્પોરેશનને) તો જાણ કરો.'

બાંધકામ અટકાવવા લોકોની રજૂઆત, કોઈ કાર્યવાહી નહીં

આ દુકાનોનુ બાંધકામ શરુ થયુ એ સમયથી લોકો તરફથી રજુઆત કરી હોવાછતાં મ્યુનિ.તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી. આ શાળાની સામે ઉર્દૂ શાળા છોકરીઓ માટે ચલાવવામાં આવતી હતી. આ શાળામાં એક સમયે 200થી વધુ છોકરીઓ અભ્યાસ કરતી હતી. આ શાળાના બાંધકામને તોડી શાળાની આસપાસ આવેલા વર્ષો જુના વૃક્ષો કાપી કોમ્પલેકસ અને ફલેટ બનાવવાનુ શરૂ કરાતા સ્થાનિક રહીશોએ વિરોધ કરી જુદા જુદા સરકારી વિભાગોમા રજુઆત કરી છે. સ્થાનિક ધારાસભ્યની ઓફિસે જઈને પણ લોકોએ આ અંગે રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામા આવી નથી. આ બંને શાળાઓની જગ્યા કરોડોની કિંમતની છે. ગેરકાયદે બાંધકામ દુર કરી આ જગ્યાનો કબજો લેવા મ્યુનિ.કમિશનરને રજુઆત પણ ધારાસભ્ય દ્વારા કરવામા આવી હતી.

'અમદાવાદમાં મ્યુનિ.સ્કૂલની જગ્યાએ બિલ્ડરે કોમ્પલેક્સ બનાવ્યું..', ધારાસભ્ય અમિત શાહના આક્ષેપ 2 - image

Tags :
Ahmedabadmunicipal-schoolcomplex

Google News
Google News