બાવળામાં બસપા બની કિંગ મેકર, ભાજપ અને કોંગ્રેસ બેમાંથી એકને પણ ન મળી બહુમતી
Gujarat Local Body Result 2025 : તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અમદાવાદના બાવળા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ બસપાને કિંગ મેકર બનાવી દીધી છે. નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકમાંથી ભાજપને 14 બેઠકો પર જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસે 13 બેઠકો પર કબજો જમાવ્યો છે. બહુમતી માટે 15 બેઠકો જીતવી જરૂરી છે પરંતુ બંનેમાંથી એકપણ પક્ષને બહુમતી પ્રાપ્ત થઇ નથી. ત્યારે બસપા કિંગ મેકર બની શકે છે.
આ પણ વાંચો: કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું, 28માંથી 25 બેઠકો જીતી સત્તા આંચકી
બાવળા નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 7 વોર્ડમાં 28 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી અને જેમાં 78 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપે 14 બેઠકો, કોંગ્રેસે 13 અને બસપાએ 1 બેઠક પર જીત મેળવી છે. નગરપાલિકામાં સત્તા પર આરૂઢ થવા માટે 28 માંથી 15 બેઠકો જીતવી જરૂરી છે. ત્યારે બાવળમાં એકપક્ષને બહુમત પ્રાપ્ત થયો નથી. ત્યારે બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં જીત પ્રાપ્ત કરનાર કાળુભાઇ ચૌહાણ કિંગ મેકર સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો: સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો... કોંગ્રેસે સત્તા બચાવી પણ AAPનું દમદાર પરફોર્મન્સ
કારણ ભાજપે 14 બેઠકો પર વિજય મેળવ્યો છે. ત્યારે બસપાના કાળુભાઇ ચૌહાણ ભાજપમાં જોડાઇ જાય તો ભાજપની 15 બેઠકો થઇ જાય અને બહુમતી મળતાં ભાજપ બાવળા નગરપાલિકા પર કબજો કરી શકે છે. તો બીજી તરફ 13 બેઠકો પર જીત હાંસલ કરી છે. ત્યારે બસપાના કાળુભાઇ જો કોંગ્રેસમાં જોડાઇ જાય છે તો કોંગ્રેસની 14 બેઠક થઇ જાય તો બંને પક્ષો વચ્ચે ટાઇની સ્થિતિ સર્જાઇ શકે છે. આવા સંજોગોમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી ના મળી કહેવાય. ત્યારે હવે બધાની નજર બીએસપી ના ઉમેદવાર કાળુભાઈ ચૌહાણ પર ટકેલી છે કે તે કોની સાથે જોડાશે. કાળુભાઇ કોંગ્રેસનો હાથ પકડશે કે પછી કમળનો સાથ આપશે એ તો આગામી સમય જ બતાવશે.
કયા વોર્ડમાંથી કોને મળી કેટલી સીટો?
વોર્ડ નંબર | ભાજપ | કોંગ્રેસ | બ.સ.પા. |
1 | 2 | 2 | 0 |
2 | 0 | 4 | 0 |
3 | 4 | 0 | 0 |
4 | 4 | 0 | 0 |
5 | 1 | 3 | 0 |
6 | 4 | 0 | 0 |
7 | 3 | 0 | 1 |