અમદાવાદમાં BRTS બસ યમદૂત બની, રાહદારીને અડફેટે લેતા થયું મોત
અમદાવાદમાં આવેલા કૃષ્ણનગરમાં આ ઘટના બની
અમદાવાદમાં છાસવારે BRTS બસના અકસ્માતની ઘટના બનતી હોય છે
Image : DD News Gujarati twitter |
અમદાવાદમાં માતેલા સાંઢની જેમ દોડતી BRTS ફરી એક વખત અકસ્માત સર્જયો છે. ગઈકાલે કાળ બનીને આવેલી BRTS બસે એક રાહદારીને અડફેટે લેતા તેનું મોત થયુ હતું. આ ઘટનાથી ફરી એકવાર સાબિત થઈ ગયુ છે કે અમદાવાદમાં BRTS બસ પુરપાટ ઝડપે દોડી રહી છે. અમદાવાદમાં છાસવારે BRTS બસના અકસ્માતની ઘટના બનતી હોય છે.
કૃષ્ણનગરમાં બની હતી ઘટના
અમદાવાદમાં આવેલા કૃષ્ણનગરમાં આ ઘટના બની હોવાના સમાચાર મળ્યા હતા. ગઈકાલે એક BRTS યમદૂત બનીને પુરપાટ ઝડપથી આવેલી બસે એક રાહદારીને કચડી નાખ્યો હતો. આ ઘટનામાં રાહદારીઓનું મોત થયુ હતું.
ભુતકાળમાં પણ અનેક બનાવો બન્યા છે
અમદાવાદમાં ભૂતકાળમાં પણ BRTS બસ દ્વારા અનેક અકસ્માતો સર્જાઇ ચૂક્યા છે. આ બનાવમાં અનેક જીંદગી હોમાઈ ગઈ છે. આમ છતા BRTS બસની ઝડપને નિયંત્રિત કરાઇ રહી નથી. માતેલા સાંઢની બેફામ દોડતી BRTS જાણે અમદાવાદના માર્ગો પર યમદૂત બનીને ફરી રહી હોય તેમ લોકોને લાગી રહ્યા છે.