અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફરી બોટિંગ સેવા શરુ કરવા મથામણ, IRS દ્વારા નિરીક્ષણ કરાયું
Boating Service Sabarmati Riverfront: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગની સેવા છેલ્લા ઘણાં સમયથી બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે સાબમરતી રિવરફ્રન્ટ પર બોટિંગની મજા માણવા ઇચ્છતા લોકો માટે સારા સમચાર છે. કારણ કે, રિવરફ્રન્ટ ખાતે ફરી બોટિંગ સર્વિસ શરુ કરાશે.
ક્યારે બોટિંગ સેવા શરુ કરાશે?
મળતી માહિતી અનુસાર, અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ સેવા ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. જેને લઈને ઇન્સ્ટિટ્યુટ ઑફ રિઝર્વોયર સ્ટડીઝ (IRS) દ્વારા નિરીક્ષણ કરાયું છે. સ્થળનું નિરીક્ષણ અને બોટિંગ સેફટીને અંગે રિપોર્ટ તૈયાર કરી કમિશ્નરમાં આપવામાં આવશે. કમિશ્નરની મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી બોટિંગ સેવા શરુ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં શ્રમિકો પાસે બપોરે 1થી 4 કામ નહીં કરાવી શકાય, આકરી ગરમીના કારણે સરકારનો આદેશ
ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં વિદ્યાર્થીઓ સહિત 14 લોકોનાં મોત થયા હતા. આ હરણીકાંડના કારણે રાજ્યભરમાં નદી કે તળાવમાં ચાલતી બોટિંગ સેવાને તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવી હતી.