પોલીસે માનવતા મહેકાવી: દિવ્યાંગ વિદ્યાર્થીને Wheel Chair ન મળતા પોલીસજવાને ખભે બેસાડ્યો

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
પોલીસે માનવતા મહેકાવી: દિવ્યાંગ વિદ્યાર્થીને Wheel Chair ન મળતા પોલીસજવાને ખભે બેસાડ્યો 1 - image


અમદાવાદ,તા. 12 માર્ચ 2024, મંગળવાર 

રાજ્યમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ છે. આ બોર્ડ પરીક્ષામાં કુલ 9 લાખ 17 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે અનેક નાની-મોટી ચોરી, મોબાઈલની ઘટનાઓ બની છે પરંતુ એક કિસ્સો હ્રદયને સ્પર્શી જનારો બન્યો છે. પરીક્ષા માટે ગુજરાત બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ આટલી મોટી પરીક્ષામાં ક્યાંક કચાસ રહી જવી શક્ય છે અને થયું એવું જ. આ કિસ્સો અમદાવાદનો છે, બોર્ડની ચૂક છતા વિદ્યાર્થીની મદદે આવી પોલિસીએ માનવતા મહેક ગજાવી દીધી છે. સામાન્ય જનમાનસને ખાખી પર ગર્વ થાય તેવો આ કિસ્સો મયૂર સ્કૂલમાં બન્યો હતો.

પરીક્ષાની અસમંજસની સ્થિતિમાં વચ્ચે દિલ જીતી લે તેવી ઘટના અમદાવાદની મયૂર પ્રાથમિક શાળામાં બની છે. ધોરણ 12ની પરીક્ષા આપવા આવેલ દિવ્યાંગ વિદ્યાર્થીને સંજોગવશ વ્હીલચેરની સગવડ ન મળી. ફિઝીકલ ડિસેબ્લડ વ્યક્તિની આ સ્થિતિ જોઈને થતા ત્યાં હાજર રહેલ પોલીસકર્મી આકાશ મકવાણાએ વિદ્યાર્થીને પોતાના ખભા પર બેસાડીને બીજા માળે વર્ગખંડમાંથી પોતાના વાહન સુધી પહોંચાડ્યો હતો. આ અંગે બોર્ડ સત્તાધીશો દ્વારા નિયમઅનુસાર ગ્રાઉન્ડ ફ્લોરના વર્ગખંડમાં જ વિદ્યાર્થીને બેઠક ક્રમાંક આપવાના નિયમનું પણ ઉલ્લંઘન થયું છે પરંતુ કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા. આમ પોલીસે મદદે આવીને બોર્ડની ભૂલને સુધારી દીધી હતી.

આ સમગ્ર ઘટનાક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બનાવતા આકાશ કુમારની પીઠ થપથપાવી છે અને આ સ્થિતિમાં પણ પોલીસની કરૂણા અને મદદને બિરદાવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના ટ્વીટર પર આ વીડિયો શેર કરીને પોલીસની કામગીરીના વખાણ કર્યા છે.


Google NewsGoogle News