Get The App

'ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે..' વિધાનસભાની મુલાકાતમાં વ્હાલા દવલાની નીતિના આક્ષેપ સાથે ભાજપના કાર્યકરોનો બળાપો

Updated: Mar 26th, 2025


Google News
Google News
'ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે..' વિધાનસભાની મુલાકાતમાં વ્હાલા દવલાની નીતિના આક્ષેપ સાથે ભાજપના કાર્યકરોનો બળાપો 1 - image


Gandhinagar News : ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત ન કરાતા વિવાદ સર્જાયો હતો. જ્યારે વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારે 1000થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે આજે બુધવારે (26 માર્ચ, 2025) વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા પહોંચી ચૂક્યા હતા. જ્યારે કલાકારો બાદ હવે BJP કાર્યકર્તાઓમાં પણ ગૃહની મુલાકાત મુદ્દે વિવાદ ઊભો થયો છે. આ મામલે BJP કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો કાઢ્યો હોવાના સ્ક્રિનશોટ વાઈરલ થયા છે. 

ગાંધીનગરમાં વિધાનસભા ગૃહમાં રાજ્યના કલાકારોમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત ન કરતાં વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરતાં વિવાદ વધ્યો હતો. જ્યારે સરકારે 1000થી વધુ કલાકારોને વિધાનસભા ગૃહની કામગારી નીહાળવા માટે આમંત્રિત કરાયા છે, ત્યારે ગૃહમાં મુલાકાતોની વિવાદ કલાકારો બાદ હવે BJP કાર્યકર્તાઓ સુધી પહોંચ્યો છે. જેમાં અમદાવાદની ઠક્કરબાપાનગર વિધાનસભાના BJP કાર્યકર્તાઓ બળાપો કાઢ્યો હોવાના સ્ક્રિનશોટ વોટ્સએપમાં વાઈરલ થયા છે. 

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી

વોટ્સએપ ગ્રુમાં ચોક્કસ વિધાનસભાના કાર્યકરોના ફોટો પોસ્ટ થયા હતા. આ પછી અન્ય કાર્યકર્તાઓ નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં વિધાનસભાની મુલાકાતમાં વ્હાલા દવલાની નીતિના આક્ષેપ સાથે ભાજપના કાર્યકરોએ બળાપો કાઢ્યો છે. વોટ્સએપમાં મેસેજ વાઈરલ થયા મુજબ, ગ્રુપમાં મેસેજ થયાં કે 'કાર્યક્રમમાં ભીડ ભેગી કરવી હોય તો સૂચના આપે છે. ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે...'

Tags :